નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણને રોકવા માટે તમામ પ્રયત્નો છતાં વાયરસની ગતિ પર લગામ લાગી રહી નથી. દેશના અલગ અલગ ભાગમાં કોરોનાની ગતિને રોકવા માટે થઇ રહેલા પ્રયત્નો વચ્ચે હવે ઓડિશા સરકાર (Odisha Government) એ પણ સ્થિતિ પર કાબૂ મેળવવાનો નિર્ણય લીધો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Assembly Elections 2021: Tamil Nadu ની જનતા ઇચ્છે છે પરિવર્તન, શરૂઆતી ટ્રેંડમાં DMK એ AIADMK આપી માત


15 દિવસનું લોકડાઉન
ઓડિશા સરકારે 5 મેથી પ્રદેશમા6 14 દિવસના કંપ્લીટ લોકડાઉનની જાહેરાત કરી છે. સરકારનો આ આદેશ 5મેથી લાગૂ થશે. પ્રદેશમા6 કોરોના સંક્રમિતોનો આંકડો લગભગ સાડા ચાર લાખને પાર પહોંચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓડિશામાં દરરોજ 8 અથી 9 હજાર નવા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ઓડિશામં હાલ કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 4,54,607 છે અને અત્યાર સુધી પ્રદેશમાં 2054 લોકોના જીવ ગયા છે. રાજ્યમાં હાલ 61,505 એક્ટિવ કેસ છે અને 3,91,048 લોકો સારવાર બાદ સાજા થઇ ચૂક્યા છે. 

Assembly Election 2021: Kerala માં રચાવવા રહ્યો છે ઇતિહાસ, ટ્રેંડમાં સતત બીજીવાર LDF ને મળ્યો બહુમત


જરૂરી સેવાઓમાં છૂટ
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ દરમિયાન જરૂરી સેવાઓ, હેલ્થ સેવાઓને જ છૂટ મળશે. તો બીજી તરફ સવારે 7 વાગ્યાથી માંડીને બપોરે 12 વાગ્યા સુધી લોકો પોતાના ઘરોમાંથી 500 મીટરના દાયરામાં નિકળી શકશે. જેથી રોજિંદા જરૂરિયાતની વસ્તુઓની વ્યવસ્થા કરી શકે. 

Assembly Election 2021: Assam માં શરૂઆતી ટ્રેંડમાં BJP ને બઢત, Congress પાછળ


આ પહેલાં પ્રદેશના સીએમ નવીન પટનાયકે 18 થી 44 વર્ષના લગભગ 2 કરોડ યુવાનોને મફત રસી લગાવવા માટેની જાહેરાત કરી છે. તો બીજી તરફ પ્રદેશના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ નિર્દેશક બિજય પાણિગ્રાહીએ ગત મંગળવારે કહ્યું હતું કે વેક્સીન ઉપલબ્ધ ન હોવાના કારણે રસીકરણનો નવો તબક્કો શરૂ કરવામાં મોડું થઇ રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube