ભુવનેશ્વર : ઓરિસ્સા સરકારે બુધવારે પોતાનાં નવા મંત્રીમંડળનાં નવ નિયુક્ત કેબિનેટ મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો( અને રાજ્ય મંત્રીઓની યાદી બહાર પાડી છે. એકવાર ફરીથી નવીન પટનાયક મુખ્યમંત્રી હશે. આ નવીન પટનાયક સતત પાંચમી વખત મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ હશે. નવીન પટનાયક બુધવારે મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાનાં શપથ લીધા. ઓરિસ્સાનાં રાજ્યપાલ પ્રોફેસર ગણેશી લાલે નવીન પટનાયકને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરાવ્યા. રાજ્યપાલે ઓરિસ્સા સરકાર દ્વારા પસંદગી પામેલા અન્ય મંત્રીઓને પણ શપથ ગ્રહણ કરાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનરજીએ મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા કર્યો ઈનકાર, જાણો શું છે કારણે?


હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: હવે અભણ વાહન ચાલકોને નહી મળે લાયસન્સ, હશે તેના રદ્દ કરાશે


જ્યારે એવું પહેલી વાર થયું છે કે નવીન પટનાયક અને તેમના મંત્રીમંડળે રાજભવનની બહાર પ્રદર્શન મેદાનમાં શપથ ગ્રહણ કર્યા હોય. મુખ્યમંત્રી તરીકે પટનાયક પાંચમી વખતમાં તેમણે 11 કેબિનેટ મંત્રી અને 9ને રાજ્યમંત્રી બનાવ્યા છે. આ તમામ મંત્રીઓને પણ રાજ્યપાલે પદ અને ગુપ્તતાની શપથ ગ્રહણ કરાવ્યા. પટનાયકનાં નવા મંત્રીમંડળમાં 10 નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. 


અરૂણ જેટલીએ PMને લખ્યો પત્ર, કહ્યું- ‘મને જવાબદારીઓથી દૂર રાખો’

સુર્યનારાયણ પાત્રાને વિધાનસભા અધ્યક્ષ તથા પ્રમિલા મલિકને મુખ્ય સચેતક બનાવવામાં આવ્યા છે. ઓરિસ્સા સરકારમાં નાણા મંત્રીનું પદ નિરંજન પુજારીને સોંપવામાં આવ્યું છે. જ્યારે બીજા મહત્વનાં નામમાં વિક્રમ કેસરી અરુખા, પ્રફુલ્લ કુમાર મલિક, રાનેન્દ્ર પ્રતાપ સ્વેન વગેરેને પણ મંત્રી પદ મળ્યું છે. આ પ્રસંગે અનેક ગણમાન્ય વ્યક્તિ હાજર હતા.