Odisha Train Accident: રેલવે મંત્રીએ કહ્યું; તપાસ પુરી, સામે આવ્યું ઓડિશા ટ્રેન દુર્ઘટનાનું મોટું કારણ
Balasore Train Accident Reason: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ઓડિશા ટ્રેન દુર્ઘટનાનું કારણ જાણી લેવામાં આવ્યું છે. તપાસ પૂરી થઈ ગઈ છે. તેનો રિપોર્ટ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.
Odisha Train Accident: ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશમાં હડકંપ મચાવી દીધો છે. આ ઘટના પડઘા દેશભરમાં પડ્યાં છે. આખરે કોની બેદરકારીના કારણે સંખ્યાબંધ માસુમ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો...આ સવાલ હાલ સૌથી મોટી શંકાઓ ઉપજાવી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છેકે, તપાસ પુરી થઈ ગઈ છે અને અકસ્માતનું સાચું કારણ સામે આવી ગયું છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓડિશા ટ્રેન દુર્ઘટના પર મોટું નિવેદન આપ્યું છે. રેલવે મંત્રીએ કહ્યું કે અમે અકસ્માતનું કારણ જાણી લીધું છે. તેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે.
રેલવે મંત્રીએ જણાવ્યુંકે,ઓડિશા ટ્રેન દુર્ઘટનાનો ટૂંક સમયમાં રિપોર્ટ સોંપવામાં આવશે. તમને જણાવી દઈએ કે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે બાલાસોરમાં દુર્ઘટના સ્થળ પર ચાલી રહેલા સમારકામનું નિરીક્ષણ કર્યું હતું. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ગઈકાલે વડાપ્રધાને આપેલી સૂચના પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. ગઈકાલે રાત્રે ટ્રેકનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આજે, એક ટ્રેકને સંપૂર્ણપણે રિપેર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમામ બોગીઓ હટાવી લેવામાં આવી છે. તમામ મૃતદેહોને કોચમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. કામગીરી ઝડપથી ચાલી રહી છે. બુધવાર સવાર સુધીમાં સામાન્ય રૂટ ચાલુ થાય તેવા પ્રયાસો ચાલુ છે.
રેલ્વે મંત્રી આજે ફરી અકસ્માત સ્થળે પહોંચ્યા હતા-
જાણો બાલાસોર અકસ્માતને 37 કલાક વીતી ગયા છે. બાલાસોરમાં બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે ટ્રેક રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. 288 લોકોના મોત થયા છે, હાલ 382 ઘાયલોની સારવાર ચાલી રહી છે. આજે ફરી રેલ્વે મંત્રી અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે અધિકારીઓની ટીમ પણ જોવા મળી હતી. રેલ્વે મંત્રીએ અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
અકસ્માતનું કારણ જાણવા મળ્યું છે-
રેલ્વે મંત્રીએ કહ્યું કે, ટ્રેક રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. શક્ય તેટલી વહેલી તકે સેવા પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. આજે સમગ્ર ટ્રેક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. તમામ મૃતદેહો મળી આવ્યા છે. બુધવાર સવાર સુધીમાં આ રૂટ પર ટ્રેનો સામાન્ય રીતે શરૂ થશે. તપાસ પણ પૂર્ણ થઈ ગઈ છે. અકસ્માતનું કારણ જાણવા મળ્યું છે.
રાજીનામાની માંગનો જવાબ આપ્યો-
જાણો બાલાસોર અકસ્માતમાં ઘાયલ થયેલા 793 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. લોકો પણ ઘાયલોની મદદ માટે આગળ આવી રહ્યા છે. એક દિવસમાં 3 હજારથી વધુ યુનિટ રક્તદાન કરાયું હતું. આ દરમિયાન અશ્વિની વૈષ્ણવે પણ વિપક્ષના રાજીનામાની માંગ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે પહેલા લોકોનો જીવ બચાવવો એ અમારી પ્રાથમિકતા છે. તે જ સમયે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે ભુવનેશ્વર પહોંચી ગયા છે. તેમણે કટકમાં એઈમ્સ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી. તે ઘાયલોને આપવામાં આવતી તબીબી સહાયની સમીક્ષા કરશે.