ઓડિશાના બાલાસોરમાં બહનાગા બજાર સ્ટેશન પાસે અત્યંત ભયાનક ટ્રેન અકસ્માત થયો. શુક્રવારે સાંજે અકસ્માત સર્જયો. આ અક્સમાત અંગે પહેલા એવા અહેવાલ સામે આવ્યા કે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીમાં ટક્કર થઈ. ત્યારબાદ તેમાં હાવડા એક્સપ્રેસ સાથે પણ ટક્કરની વાત સામે આવી. મોડી સાંજે સ્થિતિ સ્પષ્ટ થઈ કે ત્રણ ટ્રેનમાં ટક્કર થઈ. અકસ્માતની જે તસવીરો પણ સામે આવી છે તે ભયાનક છે. તેનાથી અંદેશો થઈ ગયો કે મૃતકોનો આંકડો વધુ હોઈ શકે છે. પહેલા 30 પછી 50 અને જોત જોતામાં તો મૃત્યુઆંક હાલ 238 સુધી પહોંચી ગયો છે. છેલ્લે મળતી માહિતી મુજબ 900 લોકો  ઘાયલ થયા છે. ઓડિશાના પ્રમુખ સચિન પ્રદીપ જેનાએ આ માહિતી આપી. રાતથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. જાણો લેટેસ્ટ અપડેટ...


સેના પણ રાહત કાર્યમાં સામેલ
શનિવારે સવારે અકસ્માતની તસવીર સ્પષ્ટ થઈ. બહનાગા બજાર વિસ્તારમાં રાતભર દર્દનાક ચીસો સાંભળવા મળી. જાણવા મળ્યું છે કે ટ્રેનના ડબ્બાના કાટમાળમાં હજુ પણ મૃતદેહો ફસાયેલા છે. કોરોમંડલ એક્સપ્રેસના અનેક એસી કોચ આગામી ટ્રેક પર પલટી ગયા હતા. આથી તેમાં મોતનો આંકડો સૌથી વધુ છે. એનડીઆરએફને બોગીઓ વચ્ચે ફસાયેલા મૃતદેહો કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્યો છે. જ્યારે અનેક ઘાયલો એવા પણ છે જે ક્ષતિગ્રસ્ત બોગીઓમાં ફસાયેલા છે. બચાવ અભિયાનમાં મદદ માટે સેનાએ પણ હાથ આગળ વધાર્યો છે. જે ભાગમાં કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે  ટકરાઈ તે ભાગમાંથી મુસાફરોના મૃતદેહો મળી રહ્યા છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube