નવી દિલ્હી: ઓડિશાના કટક જિલ્લામાં દરિયાદિલીની એક એવી મિસાલ જોવા મળી છે તે જાણીને બધા સ્તબ્ધ થઈ ગયા. મિનાતી પટનાયક નામની મહિલાએ પોતાની આખી પ્રોપર્ટી એક રિક્ષાચાલકને દાનમાં આપી દીધી. જે રિક્ષાચાલકનું ભાગ્ય ખુલ્યું તેનું નામ બુધા છે પરંતુ તેની પ્રમાણિકતાની કહાની પણ તમને ભાવુક કરી નાખશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે દાન દેનારી મહિલા મિનાતી પટનાયક તેના નિર્ણય પર એકદમ મક્કમ છે. જ્યારે તેના સંબંધીઓ તેના પર ગિન્નાયા છે. વાત જાણે એમ છે કે 63 વર્ષની મિનાતી આ દુનિયામાં એકલી છે. આમ તો આ જ શહેરમાં તેની ત્રણ બહેનો અને એક ભાઈ તથા બાળકો પણ છે. સંબંધીઓની લાંબી યાદી હોવા છતાં તેણે પતિની જીવનભરની કમાણી એક સાધારણ રિક્ષાવાળાના નામે કરી. 


કેમ લીધો આ નિર્ણય
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ મુજબ મિનાતી પટનાયકે આવો નિર્ણય લીધો તેની પાછળનું કારણ પણ એકદમ સચોટ છે. હકીકતમાં તેણે નિસ્વાર્થ ભાવે સેવા કરનારા રિક્ષાચાલકના નામે પોતાનું ત્રણ માળનું મકાન અને આખી સંપત્તિ એટલા માટે ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો કારણ કે તેણે ગત એક વર્ષમાં ખુબ દુ:ખ વેઠ્યું છે. આ એક વર્ષમાં તેનો પરિવાર ઉજડી ગયો. મિનાતીના પતિ  કૃષ્ણાકુમારને કેન્સર હતું. ગત વર્ષ જુલાઈમાં તેમનું નિધન થયું. 


કંગનાને મળ્યો આ દિગ્ગજ અભિનેતાનો સપોર્ટ, જાણો તેમણે શું કહ્યું? 


મિનાતી પટનાયકની એકમાત્ર પુત્રી કમલકુમારી પણ આ વર્ષ જાન્યુઆરીમાં આગની ઝપેટમાં આવી ગઈ હતી. ત્યારબાદ હાર્ટ એટેકના કારણે તેનું નિધન થયું. એક જ વર્ષમાં બે ભયાનક દુ:ખ સહન કરનારી મિનાતી તૂટી ગઈ હતી. પરંતુ આ દરમિયાન રિક્ષાચાલક બુધા અને તેના પરિવારે તેને ક્યારેય એકલી ન છોડી. ગરીબ રિક્ષાવાળાથી જે પણ થઈ શક્યું તે વગર પૂછ્યે મદદ કરવામાં કોઈ કસર ન છોડી. જેનાથી પ્રભાવિત થઈને મહિલાએ પોતાની સંપત્તિ બુધાના નામે કરી. 


બુધો કેમ બન્યો કાનૂની હકદાર?
હકીકતમાં બુધો મિનાતી પટનાયકના મકાનમાં 1994થી ભાડે રહે છે. તે શરૂઆતથી જ મિનાતીને મા કહીને બોલાવે છે. આ એ જ બુધો હતો જે મિનાતીની પુત્રીને પોતાની જ રિક્ષામાં શાળાએથી લઈને કોલેજ સુધી પહોંચાડતો રહ્યો. મિનાતીના પતિ કૃષ્ણા બિઝનેસ કરતા હતા અને તેના પરિવારની દરેક જરૂરિયાત પર બુધો ખડેપગે રહેતો હતો. મિનાતીએ જણાવ્યું કે આટલા લાંબા સમયમાં  બુધો તેમના પરિવારનો ભાગ બની ગયો છે. મિનાતી અને તેના પતિએ બુધાની પુત્રીના લગ્નમાં તેની આર્થિક મદદ પણ કરી હતી. હવે મિનાતીનું માનવું છે કે બુધો જ તેમની પ્રોપર્ટીનો કાનૂની વારસદાર બનવા માટે યોગ્ય હકદાર છે. 


Maharashtra: 400 લોકોએ સગીરા પર કર્યો રેપ, ફરિયાદ લખાવવા ગઈ તો પોલીસકર્મીએ પણ ઈજ્જત લૂંટી લીધી


લોકો કરી રહ્યા છે વખાણ
મિનાતીની મહાનતા અને દરિયાદિલીના વખાણ હવે આસપાસના લોકો ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ ખુબ થઈ રહ્યા છે. વાત જાણે એમ છે કે આ સમગ્ર દાનની રકમ એક કરોડ ઉપર જાય છે. ફક્ત સારો ભાવ અને સેવાથી પ્રભાવિત થઈને મિનાતીએ પોતાનું ત્રણ માળનું મકાન અને 300 ગ્રામ સોનાના ઘરેણા દાન કરી દીધા. આ ઘટનાક્રમ વિશે જાણીને અનેક લોકો ભાવુક  થઈ ગયા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube