Odisha ની મહિલાનો સાડી સ્વેગ થયો Viral, સાડી પહેરીને કરી ઘોડેસવારી
સાડી આપણા દેશની શાન છે. એ વાત અલગ છે કે આજકાલ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. સાડીને મહિલાઓ અલગ અલગ અંદાજમાં પહેરી રહી છે. આ બધાની વચ્ચે ઓડિશાની રહેવાસી એક મહિલાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
નવી દિલ્લીઃ સાડી આપણા દેશની શાન છે. એ વાત અલગ છે કે આજકાલ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. સાડીને મહિલાઓ અલગ અલગ અંદાજમાં પહેરી રહી છે. આ બધાની વચ્ચે ઓડિશાની રહેવાસી એક મહિલાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે. હકીકતમાં આ મહિલા એક યુટ્યૂબર છે. તે સાડીમાં બુલેટ ચલાવે છે, ઘોડે સવારી કરે છે, ખેતરમાં ટ્રેક્ટર ચલાવે છે. આ મહિલા રૂઢિચુસ્ત વિચારધારા રાખનારા એવા લોકોની વિચારસરણી પર પ્રહાર કરે છે, જેઓ મહિલાઓને ઓછી આંકવાની ભૂલ કરે છે.
માત્ર 15,000 રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, 1 લાખથી વધુ થશે કમાણી, સરકાર આપશે 90 ટકા સુધીની લોન
મજાની વાત તો એ છે કે, મહિલા તમામ કામ સાડીમાં જ કરે છે. તેનું નામ છે મોનાલિસા ભદ્ર, આ મહિલા ઓડિશાના જાજપુર જિલ્લાના બેરુદા પંચાયતના જહાજ ગામની રહેવાસી છે. આ વીડિયોમાં મોનાલિસા ઘોડેસવારી કરી રહી છે. મોનાલિસાને યૂટ્યૂબ પર 20 લાખથી પણ વધુ લોકો ફોલો કરે છે. મોનાલિસા એ તમામ કામ કરે છે, જેને ક્યારેક પુરુષો માટેનાં ગણવામાં આવતા હતા.
Anupamaa ના કલાકારોને તો તમે ઓળખો છો, પણ આ બધા કેટલું ભણીને સીરિયલમાં આવ્યાં છે એ પણ જાણી લો...
ગાંધીનગરના બેંક મેનેજરે સાપ પકડવા માટે નોકરીમાંથી રાજીનામું ધર્યું, અત્યાર સુધી પકડ્યા 1600 સાપ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube