ઉમરિયા(મધ્યપ્રદેશ): જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે ગુરૂવારે થયેલા હુમલામાં શહીદ થયેલા CRPF જવાનો અંગે સોશિયલ મીડિયા પર કથિત રીતે વાંધાજનક પોસ્ટ મુકનારા 20 વર્ષના યુવકને મધ્યપ્રદેશ પોલીસે રવિવારે પકડી લીધો હતો. ઉમરિયાના પોલીસ અધીક્ષક અસિત યાદવે સોમવારે જણાવ્યું કે, "પોલીસને ફરિયાદ મળી હતી કે, ઉમરિયા જિલ્લામાં બીરસિંહપુર પાલી નિવાસી મોન્ટી ખાને પોતાના ફેસબૂક એકાઉન્ટમાં પુલવામા હુમલામાં શહીદ થયેલા CRPF જવાનો અંગે વાંધાજનક ટિપ્પણી કરી છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેના અંગે સાબર ટીમના અધિકારીઓએ તપાસ કરી હતી. મોન્ટીને આપીસીની 153, 153એ અને 153બી અંતર્ગત કેસ દાખલ કરીને ધરપકડ કરાયો છે અને કોર્ટમાં રજૂ કરીને કસ્ટડીમાં મોકલી અપાયો છે. 


હવે વાતોનો સમય વહી ચુક્યો છે હવે ભારતની કાર્યવાહી સમગ્ર વિશ્વ જોશે: PM મોદીનો હુંકાર


પીઆઈ અશોક કુમાર ઝાએ જણાવ્યું કે, સોનુ વિશ્વકર્મા નામના યુવકે પોલીસમાં ફરિયાદ કરી હતી કે 'મોન્ટી બાબા એમકે' નામના ફેસબૂક એકાઉન્ટ બનાવીને વાંધાજનક પાકિસ્તાની ઝંડો અને બીડનો ફોટો અપલોડ કરવાની સાથે તેમાં વાંધાજનક ટિપ્પણી લખવામાં આવ્યા હતા. 


ફેસબૂક પર દેશ વિરોધી પોસ્ટ અને થઈ જેલ
ઉત્તરપ્રદેશના ભદોહીમાં પણ પોલીસે સોમવારે એક યુવકને દેશદ્રોહનો કેસ દાખલ કરીને ધરપકડ કર્યો છે. શહેર કોતવાલી વિસ્તારમાં રહેતા ઝીશાન ખાન નામના યુવકે ફેસબૂક વોલ પર 15 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા અંગે વાંધાજનક ટિપ્પણી લખી હતી. તેણે લખ્યું કે, "એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયાર છે અને તે ભારત કરતા વધુ છે." તેમણે જણાવ્યું કે, ફેસબુક પર થયેલી આ ટિપ્પણી વાયરલ થયા બાદ પોલીસે ઝીશાનને શોધી કાઢ્યો હતો. 


સુરત : સમૂહ લગ્નનો 65 લાખનો ચાંદલો કર્યો શહીદોના નામે


આ ઉપરાંત, ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં સોશિયલ મીડિયા પર 'હિન્દુસ્તાન મુર્દાબાદ' લખવા અને રાષ્ટ્રીય ધ્વજને આગ લગાવવાની પોસ્ટ નાખવાના આરોપમાં એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધીક્ષક દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું કે, ફરહાન નામના એક યુવાને ફેસબુક પેજ પર આવી વાંધાજનક ટિપ્પણી કરી હતી. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...