બજેટમાં મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક - ખેડૂતો માટે મોટી યોજનાની જાહેરાત, ખાતામાં સીધા મળશે 6000 રૂપિયા
મોદી સરકારની કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ થઈ રહ્યું છે. ત્યારે નાણા મંત્રી પિષુય ગોયલે બજેટની શરૂઆતમાં જ ખેડૂતો માટે મોટી જાહેરાત કરીને દેશભરના ખેડૂતોને ખુશખુશાલ કરી દીધા છે. મોદી સરકારે બજેટ 2019માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. મોદી સરકારે સન્માન નિધિની જાહેરાત કરીને લોકસભા ઈલેક્શન પહેલા મોટો દાવ ખેલ્યો છે.
નવી દિલ્હી : મોદી સરકારની કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ થઈ રહ્યું છે. ત્યારે નાણા મંત્રી પિષુય ગોયલે બજેટની શરૂઆતમાં જ ખેડૂતો માટે મોટી જાહેરાત કરીને દેશભરના ખેડૂતોને ખુશખુશાલ કરી દીધા છે. મોદી સરકારે બજેટ 2019માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. મોદી સરકારે સન્માન નિધિની જાહેરાત કરીને લોકસભા ઈલેક્શન પહેલા મોટો દાવ ખેલ્યો છે.
Share Market Live Budget 2019: સેંસેક્સે ખુલતાં જ ફટકારી સદી, નિફ્ટી 10850ને પાર
પિયુષ ગોયલે બજેટમાં સૌથી પહેલા ખેડૂત સન્માન નિધીની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત ખેડૂતો માટે 6 હજાર રૂપિયા વાર્ષિક સીધી જ મદદ મળશે. પીએમ ખેડૂત સન્માન નિધિ માટે સરકારે 75,000 કરોડ રૂપિયાનું પેકેજ ફાળવ્યું છે. આ યોજનાનો લાભ ખેડૂતો માટે 1 ડિસેમ્બર, 2018થી જ મળવાની શરૂઆત થશે. ફાઈનાન્સ મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતો માટે 2000-2000 હજારની પહેલો ભાગ જલ્દી જ આપવામાં આવશે.
પીયૂષ ગોયલ આજે રજૂ કરશે વચગાળાનું બજેટ, ખેડૂતો માટે થઇ શકે છે મોટી જાહેરાત
આ યોજના અંતર્ગત વર્ષમાં ત્રણ વાર બે-બે હજાર રૂપિયા આપવામાં આવશે. આ રૂપિયા 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોના ખાતામાં સીધા જ જશે. તો ઈલેક્શન પહેલા જ ખેડૂતોને પ્રથમ 2000 રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત બજેટમાં કરવામાં આવી છે.
બજેટમાં પિષુય ગોયલે કહ્યું કે, ગૌમાતાના સન્માનમાં અને ગૌ માતા માટે સરકાર પાછળ નહિ હટે. જે જરૂર પડશે તે પ્રાવધન કરીશું. ત્યારે આ માટે સરકારે કામધેનુ યોજનાની બજેટમાં જાહેરાત કરી છે. જે માટે સરકારે 750 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
આજે બજેટમાં થઇ શકે છે 5 મોટી જાહેરાત, જાણો આ નિર્ણયોથી તમારા ખિસ્સા પર પડશે શું અસર
કિસાન ક્રેડિટ કાર્ડ સુવિધા વધુ મજબૂત બનાવવાની પણ બજેટમાં જાહેરાત કરાઈ છે. તેમજ પશુપાલન અને મત્સ ઉદ્યોગ માટે લોનમાં 2 ટકાની છૂટ આપવામાં જાહેરાત કરાઈ છે. બજેટમાં જાહેરાત કરાઈ કે, પશુપાલન માટે કિસાન ખેડૂત ક્રેડિટ કાર્ડમાંથી વ્યાજ મળશે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે બજેટ 2019 રજૂ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને મજબૂત સરકાર આપી છે. અમે 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પાકની આવક બે ગણી કરતા ઈતિહાસમાં પહેલાવીર તમામ 22 પાકની લાગતને ઓછામાં ઓછી 50 ટકાથી વધુ નિર્ધારિત કરવામાં આવશે.