પીયૂષ ગોયલ આજે રજૂ કરશે વચગાળાનું બજેટ, ખેડૂતો માટે થઇ શકે છે મોટી જાહેરાત

નાણામંત્રી આજે વચગાળાનું બજેટ રજૂ કરશે. સામાન્ય ચૂંટણી પહેલાં રજૂ થનાર બજેટમાં ઇનકમ ટેક્સની સીમાને વધારવામાં આવી શકે છે. આ ઉપરાંત ખેડૂતો માટે રાહત પેકેજ, નાના વેપારીઓને સમર્થન અને કેટલીક લોક લોભામણી જાહેરાતો નાણામંત્રી પીયૂષ ગોયલના બજેટનો ભાગ હોઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીમાં જતાં પહેલાં સરકાર આ જાહેરાતો દ્વારા મતદારોને આકર્ષવા માટે વધુ એક પ્રયત્ન કરશે. 

Updated By: Feb 1, 2019, 08:21 AM IST
પીયૂષ ગોયલ આજે રજૂ કરશે વચગાળાનું બજેટ, ખેડૂતો માટે થઇ શકે છે મોટી જાહેરાત

નવી દિલ્હી: નાણામંત્રી આજે વચગાળાનું બજેટ રજૂ કરશે. સામાન્ય ચૂંટણી પહેલાં રજૂ થનાર બજેટમાં ઇનકમ ટેક્સની સીમાને વધારવામાં આવી શકે છે. આ ઉપરાંત ખેડૂતો માટે રાહત પેકેજ, નાના વેપારીઓને સમર્થન અને કેટલીક લોક લોભામણી જાહેરાતો નાણામંત્રી પીયૂષ ગોયલના બજેટનો ભાગ હોઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીમાં જતાં પહેલાં સરકાર આ જાહેરાતો દ્વારા મતદારોને આકર્ષવા માટે વધુ એક પ્રયત્ન કરશે. 

બજેટ 2019: 1 ફેબ્રુઆરીના રોજ આ 3 મોટી જાહેરાતો કરી શકે છે પીયૂષ ગોયલ

આ બજેટ કેંદ્રની પીએમ નરેંદ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના હાલના કાર્યકાળનું છઠ્ઠુ અને અંતિમ બજેટ હશે. જોકે આ વચગાળાનું બજેટ હશે પરંતુ ઉદ્યોગ સૂત્રો અને વિશેષજ્ઞોનું કહેવું છે કે નાણામંત્રી પીયૂષ ગોયલ તેનાથી આગળ વધીને કેટલીક નવી જાહેરાતો કરી શકે છે. વચગાળાના બજેટમાં આગામી નાણાકીય વર્ષના ચાર મહિના ખર્ચ માટે સંસદની મંજૂરી લેવામાં આવશે. પૂર્ણ બજેટ બાદ બનનાર નવી સરકાર જુલાઇમાં રજૂ કરશે. 

Budget પહેલાં સેંસેક્સમાં 665 પોઈન્ટનો ઉછાળો, શું બજેટમાં કંઇક સારું થવાનું છે?

ખેડૂતો માટે થઇ શકે છે યોજનાઓની જાહેરાત
કોંગ્રેસના ઉહાપાહને જોતાં પીયૂષ ગોયલ ખેડૂતોને રાહત પહોંચાડવા માટે ડાયરેક્ટ ટ્રાંસફર કેશ જેવી ઘણી યોજનાઓની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષવાળી રાહુલ ગાંધી મતદારોને રિઝવવા માટે પહેલાં કહી ચૂક્યા છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે અને ગરીબોને ન્યૂનતમ આવક સીધી ટ્રાંસફર કરી દેવામાં આવશે. 

ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી તાજેતરમાં ભાજપના પરાજ્ય માટે ખેડૂતોના અસંતોષને મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યો છે. એવામાં પીયૂષ ગોયલ ખેડૂતોને રાહત પહોંચાડવા માટે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર જેવી ઘણી યોજનાઓની જાહેરાત કરી શકે છે. ખેડૂતોએ રાહત પેકેજ પર 70 હજાર કરોડથી લઇને એક લાખ કરોડ રૂપિયા સુધી ખર્ચ આવી શકે છે. 

9 વર્ષ પહેલાં ઉગાડ્યા હતા સફેદ ચંદનના એક હજાર છોડ, હવે થશે 30 કરોડની કમાણી

સૂત્રોનું કહેવું છે કે વચગાળાનું બજેટ સરકાર માટે તેની મધ્યકાલિક કાર્યયોજના રજૂ કરવાની ઉત્તમ તક છે જેમાં તે કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રની આવક વધારવા માટે ઉપાયોની જાહેરાત કરી શકે છે. તેમાં સર્વજનીન ન્યૂનતમ આવક યોજનાની જાહેરાત કરી શકે છે. વર્ષ 2016-17ના આર્થિક સર્વેક્ષણમાં તેનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. 

વધારવામાં આવી શકે છે ઇનકમ ટેક્સ છૂટની મર્યાદા
પીયૂષ ગોયલે ગત અઠવાડિયાથી નાણા મંત્રાલ્યનો કાર્યભાર સંભાળ્યો છે. અરૂણ જેટલીની સારવાર માટે અમેરિકા ગયા બાદ તેમને નાણા મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે બજેટમાં વ્યક્તિગત ઇનકમ ટેક્સ મર્યાદાને હાલની અઢી લાખથી વધારીને ત્રણ લાખ કરવામાં આવી શકે છે જ્યારે 60 થી 80 વર્ષની ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે તેને સાડા ત્રણ લાખ રૂપિયા સુધી વધારવામાં આવી શકે છે. મહિલાઓને પણ સાડા ત્રણ લાખ રૂપિયા સુધી વાર્ષિક આવકને કરમુક્ત કરવામાં આવી શકે છે.

બજેટ 2019: ફક્ત થોડા મહિના માટે મળશે ટેક્સમાં રાહત! આ છે મોદી સરકારનો પ્લાન

વિભિન્ન રોકાણો પર કલમ 80સી હેઠળ મળનાર છૂટને હાલ દોઢ લાખથી વધારીને બે લાખ રૂપિયા કરવામાં આવી શકે છે જ્યારે હાઉસિંગ લોન પર મળનાર વાર્ષિક વ્યાજ છૂટને હાલ બે લાખ રૂપિયાથી વધારીને અઢી લાખ રૂપિયા કરવાની જાહેરાત થઇ શકે છે. 

ન વચગાળા ન પૂર્ણ, 1 ફ્રેબુઆરીએ ફક્ત 4 મહિના માટે બજેટ રજૂ કરશે સરકાર: નાણા મંત્રાલય

નાના વેપારીઓ માટે સસ્તી લોનની યોજનાની જાહેરાત થઇ શકે છે. કૃષિ ક્ષેત્રના રાહત પેકેજમાં સંભવિત વિકલ્પો તરીકે તેલંગાણા રાજ્યની તર્જ પર ખેડૂતોને સીધી કેશ રકમ ટ્રાંસફર કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. તે ખેડૂતો માટે જે સમયસર પોતાની લોન ભરપાઇ કરે છે વ્યાજમુક્ત કૃષિ લોનની સુવિધા આપવામાં આવી શકે છે. ખાદ્ય પાકના વિમા પર પ્રીમિયમને સમાપ્ત કરવામાં આવી શકે છે. ઉદ્યોગ અને જાણકાર સૂત્રોનું કહેવું છે કે સરકાર રોજગાર સૃજન માટે નક્કર ઉપાય કરવામાં આવી શકે છે કારણ કે સરકાર પર બેરોજગાર જીડીપી વૃદ્ધિ પ્રાપ્ત કરવાના આરોપ લગાવવામાં આવી રહ્યો છે.