લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં કોરોના  (Corona Virus) સંક્રમણના વધતા પ્રસારને રોકવા માટે યોગી આદિત્યનાથ (Yogi Adityanath)  સરકારે એક મોટો નિર્ણય લીધો છે. યુપીમાં હવે કામકાજના દિવસોને 5 દિવસના કરી નાખ્યા છે. અઠવાડિયાના બે દિવસ સમગ્ર પ્રદેશમાં લોકડાઉન લાગુ રહેશે. યોગી સરકારના આ નિર્ણય મુજબ યુપીમાં કાર્યાલય અને બજારો સોમવારથી લઈને શુક્રવાર સુધી ખુલ્લા રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવાર અને રવિવારે પ્રદેશમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે. એટલે કે દર અઠવાડિયાના શરૂઆતના પાંચ દિવસ બજાર અને કાર્યાલય ખુલ્લા રહેશે. સપ્તાહના છેલ્લા બે દિવસ બધુ જ બંધ રહેશે. કોઈ બજાર કે ઓફિસ ખોલવાની મંજૂરી નહીં અપાય. આ આદેશ સરકારી ઓફિસોની સાથે સાથે ખાનગી ઓફિસો અને સંસ્થાઓ માટે પણ લાગુ રહેશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube