મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) માં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા NCBના ડેપ્યુટી ડાઈરેક્ટર કેપીએસ મલ્હોત્રા  (KPS Malhotra) કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓ ડ્રગ્સ એંગલની તપાસ દરમિયાન અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી ચૂક્યા છે. આવામાં તેમના સંક્રમિત થવાની સૂચનાથી હડકંપ મચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AIIMSનો રિપોર્ટ કહે છે 'સુશાંતે કરી હતી આત્મહત્યા', છતાં આ સવાલો તો હજુ પણ ઠેરના ઠેર


અત્રે જણાવવાનું કે સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ દિલ્હીથી NCBની 5 સભ્યોની ટીમ મુંબઈ મોકલવામાં આવી હતી. NCBના ડેપ્યુટી ડાઈરેક્ટર કેપીએસ મલ્હોત્રા આ ટીમને લીડ કરી રહ્યા છે. આ ટીમ સુશાંત કેસમાં બોલીવુડ અને ડ્રગ્સ માફિયાના કનેક્શનની તપાસ કરી રહી છે. 


દેશની આ 5 જગ્યાઓ છે અત્યંત મનમોહક, રમણીય છતાં જવા પર પ્રતિબંધ, લેવી પડે 'ખાસ મંજૂરી'


ટીમના મુખ્યા હોવાના નાતે કેપીએસ મલ્હોત્રા અત્યાર સુધીમાં ફિલ્મી હસ્તીઓ સહિત અનેકની પૂછપરછ  કરી ચૂક્યા છે. જેમાં બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સહિત અનેક લોકો સામેલ છે. આ બાજુ  રિયા ચક્રવર્તી સહિત કેટલાક ડ્રગ પેડલર તેમની તપાસ બાદ જેલમાં છે. આવામાં કેપીએસ મલ્હોત્રા કોરોના સંક્રમિત થવાથી કેસ સંલગ્ન તમામ લોકોમાં ફફડાટ પેસ્યો છે. તેઓ પણ કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube