તેલ કંપનીઓએ Air Indiaને આપ્યો ઝટકો, સાંજે 4 વાગ્યાથી બંધ કર્યો ઇંધણનો સપ્લાઇ: સૂત્ર
સોમવારે સાંજે 4 વાગ્યાથી તેલ કંપનીઓએ એર ઇન્ડિયાની સ્થાનિક ઉડ્યનો માટેનું ઇંધણ સપ્લાઇ અટકાવી દીધો છે
નવી દિલ્હી : એર ઇન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સોમવારે 4 વાગ્યાથી તેલ કંપનીએ એર ઇન્ડિયાની સ્થાનીક ઉડ્યનો માટે ઇંધણ સપ્લાય અટકાવી દીધો છે. સુત્રોએ જણાવ્યુ કે, 8 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યાથી મોહાલી, પટના, પુણે, ત્રિવેંદરમ, લખનઉ, વિશાખાપટ્ટનમ, કોયમ્બતૂર અને જયપુરથી એર ઇન્ડિયાનું ઇંધણ સપ્લાઇ અટકાવી દેવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ તેલ કંપનીઓનું 5000 કરોડ રૂપિયાની બાકી હોવાનું જણાવાઇ રહ્યું છે.
એર ઇન્ડિયાએ સરકારને અપીલ કરી
સુત્રોએ તેમ પણ જણાવ્યું કે, એર ઇન્ડિયા 20 કરોડ રૂપિયા પ્રતિદિવસની ચૂકવણી કરી રહ્યા છે, જો કે હાલમાં જ આ ચૂકવણી થઇ હતી. આ કારણે તેલ સપ્લાઇ કરનારી કંપનીઓ પહેલા પોતાની બાકી રકમની ચુકવણી અંગેની વાત કરી રહી છે. એર ઇન્ડિયાએ આ સમસ્યા પહેલા પોતાની બાકી રકમ ચુકવણીની વાતો કરી રહ્યા છે. એર ઇન્ડિયાએ આ સમસ્યાથી બહાર કાઢવા માટે હવે 2000 કરોડ રૂપિયાના માટે સરકારને મધ્યસ્થી કરવા માટેની ભલમણ કરી રહી છે.
તેલ કંપનીઓનો આ નિર્ણય માટેનાં આકરા દિવસો આવ્યા
તેલ કંપનીઓનું આ પગલું એક એવા સમયે આવ્યું છે, જ્યારે રૂપિયા પોતાનાં નિમ્ન સ્તર પર છે અને ક્રૂડ ઓઇલની કિંમતો વધી રહી છે અને જે કારણે તમામ એરલાઇન કંપનીઓને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. હવે અમારે તે જોવું પડસે કે શું સરકાર એકવાર ફરીથી એર ઇન્ડિયાને આ સમસ્યાને બહાર લાવવામાં મદદ કરશે કે નહી.