જૂની પેન્શન યોજનાની ઈચ્છા ધરાવતા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. હવે નવી અને જૂની પેન્શન યોજનામાંથી કોઈ એકની પસંદગી કરવાનો તેમની પાસે વિકલ્પ રહેશે. જો કે કેન્દ્ર સરકારે આ માટે કેટલીક શરતો પણ નક્કી કરી છે. કાર્મિક મંત્રાલય તરફથી શુક્રવારે આ અંગે એક આદેશ બહાર પાડવામાં આવ્યો. પસંદગીના કેન્દ્રીય કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં જવાનો કે પછી હાલની વ્યવસ્થામાં રહેવાનો એમ બંને પ્રકારના વિકલ્પ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કટ ઓફ ડેટ
સરકારે આ માટે કટ ઓફ ડેટ 22 ડિસેમ્બર 2003 નક્કી કરી છે. તેનો અર્થ એ થયો કે તમને તે પહેલા સરકારી નોકરી મળી હશે તો તમે જૂની પેન્શન યોજનામાં સામેલ થઈ શકશો. ત્યારબાદ નોકરી મેળવનારાઓએ નવી પેન્શન યોજનામાં જ રહેવું પડશે. કેન્દ્ર સરકારના જણાવ્યાં મુજબ આ માટે લાયક કર્મચારીઓ 31 ઓગસ્ટ 2023 સુધીમાં જૂની પેન્શન યોજનામાં જવાનો વિકલ્પ પસંદ  કરી શકે છે. પંજાબ, હિમાચલ પ્રદેશ, સહિત અનેક રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગૂ કરાઈ છે. છત્તીસગઢ સરકારે પણ કેન્દ્રની જેમ નવી અને જૂની પેન્શન યોજના પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે. 


કયા કર્મચારીઓને મળશે લાભ
કેન્દ્ર તરફથી બહાર પડેલા નોટિફિકેશન મુજબ જૂની પેન્શન યોજનાનો વિકલ્પ એવા કર્મચારીઓ જ પસંદ કરી શકે છે જેમમણે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ની અધિસૂચિત કરાયેલા તારીખ (22 ડિસેમ્બર 2003) પહેલા વિજ્ઞાપિત કે અધિસૂચિત પદો પર નોકરી મેળવી હોય. આ કર્મચારીઓ કર્મચારી કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ 1972 (હવે 2021) OPS માં સામેલ થવાને પાત્ર છે. 


જો પછી નોકરીમાં જોડાયા હોવ તો
જો તમે 22 ડિસેમ્બર 2003 પછી નીકળેલી ભરતીમાં સરકારી નોકરી મેળવી હોય તો જૂની પેન્શન સ્કીમનો ફાયદો મળશે નહીં. તમે નવી પેન્શન વ્યવસ્થા ઉપર જ રહેશો. 


ક્યાં સુધી કરી શકશો અરજી?
જો તમે જૂની પેન્શન યોજના (OPS)નો વિકલ્પ પસંદ કરવાને પાત્ર હોવ તો 31 ઓગસ્ટ 2023 સુધીમાં આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. 


Video: હવે હવામાં ઉડીને દુશ્મનો પર સ્ટ્રાઈક કરી શકશે ભારતીય સેના


શ્વાન રાજા અને કાજલના લગ્ન હિન્દુ સંગઠનોએ અટકાવ્યા!, જાણો શું છે મામલો


કોરોના બાદ વધુ એક જોખમ, આ રોગના દર્દીઓની સંખ્યામાં કૂદકેને ભૂસકે થઈ રહ્યો છે વધારો!


કયા કર્મચારીઓને મળશે ફાયદો
2003 પહેલા કેન્દ્ર કરકારના મોટાભાગના કર્મચારીઓ જૂની પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા હતા. નવોદય વિદ્યાલય જેવી કેટલીક સંસ્થાઓમાં જ જૂની પેન્શન સ્કીમ લાગૂ નહતી. આવામાં આ નિર્ણયનો ફાયદો નવોદય જેવી સંસ્થાઓમાં 2003 પહેલા જોઈન કરનારા કર્મચારીઓને થશે. જે પહેલેથી જ નવી પેન્શન સ્કીમ હેઠળ હતા. 


પેન્શન સ્કીમ વિવાદ શું છે
નવી પેન્શન સ્કીમ પહેલી જાન્યુઆરી 2004થી અસ્તિત્વમાં આવી હતી. તેનો સતત વિરોધ થઈ રહ્યો છે. એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ દેશભરના લગભગ 27 રાજ્યોમાં લાગૂ છે. પશ્ચિમ બંગાળમાં જૂની પેન્શન સ્કીમ ચાલી રહી છે. આ વિવાદની શરૂઆત ત્યારથી થઈ જ્યારે સાંસદો અને વિધાયકો માટે જૂની પેન્શન સ્કીમની જોગવાઈ રાખવામાં આવી. જ્યારે સરકારી કર્મચારીઓને 60 વર્ષ સરકારી સેવામાં વીતાવવા છતાં એનપીએસને આધીન રાખવામાં આવ્યા. 


Gold: સોનું કે દાગીના ખરીદનારા માટે મહત્વના સમાચાર, 1 એપ્રિલથી લાગૂ થશે આ નવો નિયમ


કયા રાજ્યના CM ને કેટલો મળે છે પગાર? જાણો આ 3 નવા મુખ્યમંત્રીને કેટલો મળશે પગાર


કેમ થાય છે નવી યોજનાનો વિરોધ
આ પેન્શન ફંડના પૈસા શેર અને બોન્ડ માર્કેટમાં લગાવવામાં આવે છે અને નફો બજારના ઉતાર ચડાવ પર નિર્ભર કરે છે. રોકાણમાં ઘટાડાથી પેન્શનની રકમ ઓછી થઈ જાય છે. જૂની પેન્શનમાં જીપીએફની વ્યવસ્થા હતી જેને હવે સીપીએફ બનાવી દીધી છે. તેમાં કર્મચારીઓએ ફાળો આપવાનો હોય છે. પરંતુ નિર્ધારિત પેન્શનની કોઈ ગેરંટી નથી હોતી. જીપીએફમાં કર્મચારીનું કોઈ કન્ટ્રીબ્યુશન હોતું નથી અને નિર્ધારિત પેન્શનની કોઈ ગેરંટી હોતી નથી. જૂનું પેન્શન મેળવનારાને દર છ મહિના બાદ મોંઘવારી અને વેતન આયોગનો લાભ મળે છે. જ્યારે એનપીએસમાં એવી કોઈ જોગવાઈ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube