DOGS MARRIAGE: શ્વાન રાજા અને કાજલના લગ્ન હિન્દુ સંગઠનોએ અટકાવ્યા!, જાણો શું છે મામલો

મધ્યપ્રદેશના સાગરના બિલહારા ગામમાં પાળેલા શ્વાનનાં લગ્નમાં ધાર્મિક વિચારધારા ધરાવતાં સંગઠનો અડચણરૂપ બન્યાં અને લગ્ન રોકવા પોલીસ સ્ટેશન પહોંચ્યા. હકીકતમાં, હિંદુ સંગઠનના લોકોએ પોલીસને એક આવેદન આપ્યું હતું. 

DOGS MARRIAGE: શ્વાન રાજા અને કાજલના લગ્ન હિન્દુ સંગઠનોએ અટકાવ્યા!, જાણો શું છે મામલો

મધ્યપ્રદેશના સાગરના બિલહારા ગામમાં પાળેલા શ્વાનનાં લગ્નમાં ધાર્મિક વિચારધારા ધરાવતાં સંગઠનો અડચણરૂપ બન્યાં અને લગ્ન રોકવા પોલીસ સ્ટેશન પહોંચ્યા. હકીકતમાં, હિંદુ સંગઠનના લોકોએ પોલીસને એક આવેદન આપ્યું હતું. જેમાં આરોપ લગાવ્યો હતો કે શ્વાન રાજા અને શ્વાન કાજલના લગ્નમાં હિંદુ વિધિની મજાક ઉડાવવામાં આવી રહ્યો છે.

આ પછી, શ્વાનના માલિક હલીમ ખાન અને શ્વાનના માલિક માંડે યાદવે માફી માંગી અને પ્રાણીઓના લગ્ન રદ કર્યા. બિલહારામાં શ્વાન રાજા અને શ્વાન કાજલના લગ્નના મામલામાં હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો અને પોલીસને આવેદન આપ્યું. ત્યારબાદ બંને શ્વાનના માલિકે માફી માંગીને લગ્ન અટકાવી દીધા. રાજા બિલહારાના હલીમ ખાન તેના પાલતુ શ્વાન રાજાના લગ્ન માંડે યાદવની પાલતુ શ્વાન કાજલ સાથે કરાવી રહ્યા હતા. બંનેના લગ્નની પુષ્ટિ થયા બાદ 24 ફેબ્રુઆરીએ સગાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં માણસોની જેમ જ સગાઈની વિધિ સંપન્ન થઈ હતી. આ સગાઈના કાર્યક્રમમાં ગામના કેટલાક લોકોએ ભાગ લીધો હતો. લોકો ઢોલના તાલે નાચ્યા હતા. નવરાત્રિમાં બનેનાં લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી.

હિન્દુ સંગઠનોએ પોલીસ સ્ટેશનમાં મેમોરેન્ડમ આપ્યું, બંને પક્ષોએ માફી માંગી
મામલો સામે આવતા જ હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોએ બિલ્હારા પોલીસ ચોકી પહોંચ્યા બાદ આવેદન સોંપ્યું હતું. તેઓએ આવેદનમાં જણાવ્યું કે કેટલાક અસામાજિક તત્વો હિંદુ રીતિ-રિવાજો સાથે રમત રમીને શ્વાનનાં લગ્ન કરાવી રહ્યાં છે. તેમણે આ બાબતની નોંધ લીધી છે અને યોગ્ય પગલાં લેવા માટે સંબંધિતો પાસેથી માફી માંગવાની માંગ કરી છે. જો આમ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપી હતી. આ મામલામાં સંગઠનોના વિરોધ બાદ શ્વાનનાં માલિકોએ માફી પણ માંગી છે અને રાજા-કાજલના લગ્ન કરવાનો ઈરાદો છોડી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news