નવી દિલ્હી : હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ઓલમ્પિક રમતમાં દેશનું નામ રોશન કરનારા પહેલવાન યોગેશ્વર દત્ત અને ભારતીય હોકીટીમના પુર્વ કેપ્ટન ભારતીય જનતા પાર્ટીમાં (ભાજપ) જોડાઇ ગયા. હરિયાણા ભાજપ પ્રમુખ સુભાષ બરાલાની હાજરીમાં ભાજપમાં જોડાશે. હરિયાણામાં ભાજપની સરકાર છે અને પાર્ટીની જાહેરાત કરી છેકે તેઓ પોતાના હાલનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને ફરી તક આપશે. જો કે ભાજપ પોતાનાં ઉમેદવારોનાં નામની જાહેરાત 29 સપ્ટેમ્બરે યોજાનારી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ISRO ચીફ કે.સિવને કહ્યું, ચંદ્રયાન-2નું ઓર્બિટર યોગ્ય રીતે કરે છે કામ
બુધવારે પણ હરિયાણા વિધાનસભા ચૂંટણી મુદ્દે પાર્ટીના નેતૃત્વએ બે વાર બેઠક યોજી હતી. ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપ ઓફીસમાં એક દિવસમાં બે વાર યોજાયેલી બેઠકમાં પાર્ટી અધ્યક્ષ, અમિત શાહ કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, નરેન્દ્રસિંહ તોમર અને  અને અનિલ જૈન સહિત પાર્ટીનાં અનેક નેતાઓ હાજર રહ્યા.


અયોધ્યા કેસ: CJIએ નારાજ થઇ કહ્યું, શું આપણે મારા રિટાયર થવા સુધી સુનાવણી કરીશું?
લો બોલો! પંજાબ પોલીસ અને BSF પાસે ડ્રોન પકડવાનું મશીન જ નથી!!!
ક્યારે યોજાવાની છે વિધાનસભા ચૂંટણી ? 
ચૂંટણી પંચના અનુસાર હરિયાણાની 90 સીટો પર 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને પરિણામો 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણી માટે 27 સપ્ટેમ્બરે અધિસુચના બહાર પાડવામાં આવશે. ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ 4 ઓક્ટોબર છે, જ્યારે ઉમેદવારી પત્રની તપાસ 5 ઓક્ટોબર તપાસ કરવામાં આવશે.


PoKમાં 3 દિવસની અંદર ત્રીજી વખત ભૂંકપ, 4.8 તિવ્રતાના આંચકા અનુભવાયા
બીજી તરફ ઉમેદવારી પરત લેવાની અંતિમ તારીખ 7 ઓક્ટોબરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બર સમાપ્ત થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં 2014માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની 47 સીટો, ઇન્ડિયન નેશનલ લોકદળે 19 જ્યારે સત્તારૂઢ કોંગ્રેસે 15 સીટો જીતી હતી. બીજી તરફ હરિયાણા જનહિત કોંગ્રેસ (HJC) એ બે સીટ, શિરોમણી અકાલી દળ (શિઅદ) અને બહુજન સમાજવાદી પાર્ટી (બસપા)એ એક-એક સીટો જીતી હતી. તે ઉપરાંત 5 અપક્ષ ઉમેદવારો પણ અહીં ચૂંટણી જીત્યા હતા.