નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા ઓમ બિરલાને લોકસભા સ્પીકર તરીકે પસંદગી કરવામાં આવી છે. વડાપ્રદાન નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ તેમના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારબાદ તેમના સિલેક્શનની જાહેરતા કરવામાં આવી. આ તક પર લોકસભામાં પીએમ મોદીએ કહ્યું કે સ્પીકર પદ પર ઓમ બિરલાની પસંદગી ગર્વનો વિષય છે. તેમને વિદ્યાર્થી કાળથી સાર્વજનિક જીવનની શરૂઆત કરી અને ત્યારબાદ દરેક પડાવ પાર કર્યા છે. સદનના જૂના સભ્યો ઓમ બિરલાથી સારી રીતે પરિચિત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- અમરનાથ યાત્રા પર આતંકના છે 6 ખતરા, ફૂલપ્રૂફ સુરક્ષા માટે છે આ પ્લાન


પીએમ મોદીએ કહ્યું કે, તેઓ સતત સમાજની કોઇપણ ગતિવિધિથી જોડાયા રહે છે. તેઓ કોટા જિલ્લાથી લઇને રાષ્ટ્રીય રાજકારણથી જોડાયેલા છે. કોટા તે ધરતી છે જે શિક્ષણનું કાશી બની ગયું છે. કોટા આજે એક નાનું ભારત બની ગયું છે. કોટાનું આ પરિવર્તન ઓમ બિરલાના કારણે થયું છે. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે રાજકારણમાં અમે લોકો 24 કલાક રાજકારણ કરી છે. કોણ હારે, કોણ જીતે. વર્તમાનમાં હર્ડકોર રાજકારણનો જમાનો જતો રહ્યો છે. ઓમ બિરલા સતત સામાજિક ગતિવિધીઓમાં સક્રિય રહે છે. ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે કચ્છમાં લોકોની સેવા કરી હતી. ઉત્તરાખંડમાં પણ લોકોની સેવા કરી હતી. કોટાના રસ્તાઓ પર રાત્રે નીકળીને લોકોને ધાબળા વહેંચતા છે. ભૂખ્યાને ભોજન આપતા છે.


વધુમાં વાંચો:- PM મોદીની અધ્યક્ષતામાં આજે થશે સર્વદળીય બેઠક, ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ મુદ્દે થશે ચર્ચા


કોટાથી સાંસદ છે ઓમ બિરલા
સતત બીજી વખત ભાજપની ટિકિટ પર રાજસ્થાનના કોટા-બૂંદી સીટથી લોકસભા સભ્ય બનેલા ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ પદ માટે મંગળવારના રાષ્ટ્રી જનતાંત્રિક ગઠબંધન (આરજેડી)ના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. તે પહેલા લોકસભા સચિવાલયના સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે, આ પદ માટે બિરલાની તરફથી તેમની દાવેદારીની નોટિસ મળી ગઇ છે. બિરલાએ નિર્ધારિત સમય બપોર 12 વાગ્યા પહેલા તેમની દાવેદારીની નોટિસ પૅલેટલ ઓફિસને સોંપી દીધી હતી. નામાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ બિરલા (ઉંમર 57 વર્ષ)ને લોકસભા અધ્યક્ષ બનવવાનું નક્કી માનવામાં આવી રહ્યું હતું. કેમ કે, પાર્ટી શાસક આરજેડી પાસે નિચલા સદનમાં સ્પષ્ટ બહુમત છે. 


વધુમાં વાંચો:- અર્થવ્યવસ્થા અને રોજગારની ગતી વધારવા સરકારનું ધ્યાન, 100 દિવસના એજન્ડા પર કામ શરૂ


આ વચ્ચે સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે બિરલાના નામના પ્રસ્તાવકોમાં વડાપ્રધાન નેરન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથી સિંહ ઉપરાંત બીજેડી અને આરજેડીના ઘટક દળ શિવસેના, અકાળી દળ તથા એલજેપી સહિતના અન્ય દળના સભ્યો સામેલ રહ્યાં. બિરલા ત્રણ લખત ધારાસભ્ય પણ રહ્યાં છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...