PM મોદીની અધ્યક્ષતામાં આજે થશે સર્વદળીય બેઠક, ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ મુદ્દે થશે ચર્ચા

વડાપ્રધાન મોદીએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના મુદ્દા પર અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવા માટે આજે સર્વદળીય બેઠક બોલાવી છે. સર્વદળીય બેઠકથી પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આ વખતે ઘણા નવા ચહેરા છે અને લોઅર હાઉસના પહેલા સત્રના નવા ઉત્સાહ અને વિચારની સાથે શરૂ થવું જોઇએ.

PM મોદીની અધ્યક્ષતામાં આજે થશે સર્વદળીય બેઠક, ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ મુદ્દે થશે ચર્ચા

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના મુદ્દા પર અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવા માટે આજે સર્વદળીય બેઠક બોલાવી છે. સર્વદળીય બેઠકથી પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આ વખતે ઘણા નવા ચહેરા છે અને લોઅર હાઉસના પહેલા સત્રના નવા ઉત્સાહ અને વિચારની સાથે શરૂ થવું જોઇએ. બેઠક બાડ મીડિયાને સંબોધન કરતા સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનએ તમામ પક્ષકારોના નેતાઓને આ બાબતે આત્મનિરીક્ષણ કરવાની વિનંતી કરી કે સંસદ સભ્ય જન પ્રતિનિધિઓ તરીકે લોકોના પ્રતિનિધિ તરીકે લોકોની મહત્ત્વાકાંક્ષાઓને સંતોષવા માટે સક્ષમ બને.’

સોનિયાના નેતૃત્વમાં થઇ વિપક્ષની બેઠક
કોંગ્રેસ તેમજ તેમના સહયોગી દળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફથી ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના વિષય પર બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં તેમના વલણને લઇને બુધવાર સવારે નિર્ણય કરશે. કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મંગળવાર સાંજે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ના ઘટક દળની બેઠક બોલાવી છે, જોકે, ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ના વિષય પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. બેઠક બાદ આ વિશે પૂછવામાં પર સોનિયા ગાંધીએ પત્રકારોને જણાવ્યું કે, ‘તમને આ વિશે આવતીકાલે જણાવવામાં આવશે.’

વિપક્ષના વલણ પર આજે થશે ચર્ચા
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અને સહયોગી દળ બુધવાર સવારે સંસદ ભવનમાં મુલાકાત બેઠક કરશે. જેમાં આ નિર્ણય કરવામાં આવશે કે વડાપ્રધાનની તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં તેમનું શું વલણ રહશે. આમ તો, કોંગ્રેસ તેમજ કેટલાક વિપક્ષી દળ એક સાથે ચૂંટણીના વિચારનો ભૂતકાળમાં વિરોધ કરતા રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રદાન મોદીએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર ચર્ચા કરવા માટે બુધવારે સર્વદળીય બેઠક બોલાવી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news