માયાવતીને પ્રધાનમંત્રી બનાવવા માટે વિપક્ષને એક કરીશું: ઓમ પ્રકાશ ચૌટાલા
માયાવતીને પ્રધાનમંત્રી બનાવવા માટે તમામ વિપક્ષ પાર્ટી સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ચૌટાલા પેરોલ પર બે અઠવાડીયા માટે જેલમાંથી બહાર નીકળ્યા છે.
ગોહાના (હરિયાણા): ઇન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના પ્રમુખ ઓમ પ્રકાશ ચૌટાલાએ તેમના પિતા દેવીલાલની 105મીં જ્યંતી પર આયોજીત રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, તેઓ 2019ની લોકસભા ચૂંટણી બાદ માયાવતી દેશના પ્રધાનમંત્રી બનાવવા ઇચ્છે છે. તેમની પાર્ટીના નેતાઓ આ કામમાં લાગી ગયા છે. માયાવતીને પ્રધાનમંત્રી બનાવવા માટે તમામ વિપક્ષ પાર્ટી સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ચૌટાલા પેરોલ પર બે અઠવાડીયા માટે જેલમાંથી બહાર નીકળ્યા છે. તે શિક્ષક ભર્તી કૌભાંડમાં 10 વર્ષની સજા ભોગવી રહ્યાં છે.
લગભગ 4 વર્ષ પછી સાર્વજનિક મંચથી પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાના ગઢથી હુંકાર કરતા ચૌટાલાએ ફરી એકવાર કહ્યું કે જો શિક્ષિત બાળકોને નોકરી આપવી ગુનો છે તો તે આ ગુનો વારંવાર કરશે, ભલેને પછી તેના માટે ફાંસીની સજા થાય. તેમણે કહ્યું કે, ‘‘કોંગ્રેસ પાર્ટીએ કાવતરા હેઠળ રાજ્યના 3200 શિક્ષિત બાળકોને નોકરી આપવા માટે મને જેલમાં મોકલી આપ્યો. મારા જેલ ગયા પછી કોંગ્રેસે વિચાર્યું કે ઇન્ડિયન નેશનલ લોકદળના સમાપ્ત થઇ જશે, પરંતુ અમારા કાર્યકર્તાઓએ મારી ગેરહાજરીમાં પક્ષને મજબૂત બનાવ્યો છે.’’
ચૌટાલાએ પાર્ટીના મિશન 2019નો રોડ મેપ તૈયાર કરવાની પણ જાણકારી આપી છે. ચૌટાલાએ આ મંચના માધ્યમથી બેરોજગારો, કર્મચારીઓ, ખેડૂતો, વૃદ્ધ અને વિદ્યાર્થીઓ માટે જાહેરાત કરી એક તીરથી ઘણા નિશાન સાધ્યા હતા. ચૌટાલા 4 વર્ષ પછી સાર્વજનિક મંચ પર ભાષણ આપી રહ્યાં હતા. આ પહેલા તેમણે 25 સપ્ટેમ્બર 2014ની જિંદ રેલીમાં ભાષણ આપ્યું હતું. તેઓને 18 ઓક્ટોબરે પરત જેલમાં મોકલવામાં આવશે. તે દરમિયાન, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ દેવીલાલ પરિવારની પ્રશંસા કરતા કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું.
તમણે કહ્યું હતું કે, ‘‘જ્યારથી ભાજપ સત્તામાં આી છે દેશ બરબાદી તરફ આગળ વધી રહ્યો છે. દેશની સુરક્ષાની મજાક ઉડાવવામાં આવી રહી છે. ભાજપ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે મોંઘવારી પર કોંગ્રેસ પર કટાક્ષ કરતા હતા કે શરમ કરો-શરમ કરો, હવે આટલી મોંઘવારી વધી ગઇ છે તો તેમને શરમ નથી આવતી.’’ તેમણે કહ્યું કે તેમનો દેવી લાલ પરિવાર સાથે 4 જી એટલે કે ચાર પેઢીઓનો સંબંધ છે.
રેલી દરમિયાન વિરોધ પક્ષના નેતા અભય સિંહ ચૌટાલાએ દાવો કર્યો હતો કે, આઈએનએલડી-બીએસપીની સરકાર બનવા પર ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. અભયે કહ્યું કે, ‘‘અમે એસવાયએલ માટે હજારો લોકો સાથે સંસદનો ઘેરાવો કર્યો અને ધરપકડના પ્રયાસો કર્યા હતા. જ્યાં સુધી એસવાયએલ સુધીનું પાણી હરિયાણાને પાણી મળશે નહીં ત્યાં સુધી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને હેરાન કરવામાં આવશે.’’
રેલીમાં અભયે કહ્યું હતું કે, એસવાયએલ નહેરનું નિર્માણ જો 1 નવેમ્બર સુધીમાં શરૂ કરવામાં નથી આવતું તો ફરી એકવાર આઈએનએલડી આંદોલન કરશે. આઈએનએલડી, બીએસપીના પ્રમુખ અને યૂપીના પૂર્વ સીએમ સાથે ગઠબંધન કરી આ આશા સાથે મેદાનામ ઉતરીશું કે હવે તેમને સત્તામાં આવવાથી કોઇ રોકી શકશે નહીં. રવિવારે ગોહાનામાં સન્માન દિવસે ઉજવણી આઈએનએલડીની રેલીમાં બીએસપી ભાગીદાર રહ્યું તથા મંચ પર બીએસપીના કન્વીનર અને ઇનચાર્જ પ્રકાશ ભારતી અને ડા મેઘરાજ જણાવ્યું હતું કે ઓમપ્રકાશ ચૌટાલા તથા સ્વ. નેતા દેવીલાલની પ્રશંસાના પુલ બાંધતા તથા ગઠબંધનને ખડકની જેમ મજબૂત ગણાવ્યું હતું.
બન્ને બીએસપી નેતાઓએ આઈએનએલડી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ પદમ સિંહ દહિયાને લીલી પાઘડી બાંધીને દેવીલાલના ફોટોગ્રાફનું સ્મારક રજૂ કર્યું. પરંતુ જ્યારે બીએસપીના નેતાઓ ચૌધરી ઓમપ્રકાશ ચૌટાલાનો આદર કરવા આવ્યા હતા અને તેઓ બીએસપીની વાદળી પાઘડી પહેરવા માંગતા હતા, ત્યારે આઈએનએલડી સુપ્રિમોએ ઇનકાર કર્યો અને કહ્યું કે તે પહેલેથી જ લીલી પાઘડી પહેરેલી છે, તેની જરૂર નથી. આ જોઇને બીએસપીના કાર્યકરો સ્તબ્ધ થઇ ગયા હતા.
(ઇનપુટ-ભાષા)