નવી દિલ્હીઃ કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર ફરી એક્શન મોડમાં આવી ગઈ છે. જ્યાં સતત કેસમાં વધારો થઈ રહ્યો છે તેવા વિસ્તારોમાં નિયંત્રણો પણ કડક કરવામાં આવ્યા છે. જેમાં કેરળ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ભાઈ ઉંધા માથે થઈ પગથી કેમ કરે છે અમ્પાયરીંગ? ક્રિકેટર્સ અને ચાહકો બધા અવાક! જુઓ Video

સંક્રમણ વધતા સરકાર એક્શનમાં-
કોરોનાના વધતા સંક્રમણને લઈને સરકારે કડકાઈ વધારવા સૂચના આપી છે, 10 ટકાથી વધુ પોઝિટીવીટીવાળા વિસ્તારમાં ખાસ નજર રાખવા સૂચના આપી છે. ફરી એકવાર દેશમાં કોરોના સંક્રમણની વધતી જતી ગતિને જોતા કેન્દ્ર સરકારે 10 ટકાથી વધુ પોઝીટીવીટી ધરાવતા 8 જીલ્લાઓ પર ચાંપતી નજર રાખવા અને સંક્રમણને ફેલાતો અટકાવવા વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે.


આ જિલ્લાઓમાં વધ્યો કોરોના-
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આ માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીઓને પત્ર લખ્યો છે. તેણે તેમાં કહ્યું કે કેરળ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, પુડુચેરી, મણિપુર, પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડના 19 જિલ્લાઓમાં છેલ્લા બે અઠવાડિયામાં 5 થી 10 ટકાની વચ્ચે સંક્રમણનો દર નોંધાયો છે.

PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ કોણે કર્યું હેક? PMO માં કેમ મચી ગયો ખળભળાટ?

27 જિલ્લા માટે અપાઈ સૂચના-
પત્રમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા બે સપ્તાહમાં મિઝોરમ, કેરળ અને સિક્કિમના આઠ જિલ્લામાં કોવિડ-19 સંક્રમણનો દર 10 ટકાથી વધુ રહ્યો છે. ભૂષણે પત્રમાં લખ્યું છે કે, 'આ 27 જિલ્લાઓ પર ચાંપતી નજર રાખવાની જરૂર છે.'


ફરી લાગી શકે છે કર્ફ્યૂ-
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નવા કોવિડ-19 કેસના નિયંત્રણ માટે જિલ્લા સ્તરે પગલાંની સાથે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવી હિતાવહ છે. સાથે જ 10 ટકા કે તેથી વધુ સંક્રમણનો દર હોય તેવા વિસ્તારમાં નાઇટ કર્ફ્યુ, લોકોને મળવા પર પ્રતિબંધ, સામાજિક, રાજકીય, રમતગમતના કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ જેવા પગલાં લેવા પણ પત્રમાં સૂચના આપવામાં આવી છે.

Chocolate ખાવાના શોખીનો માટે ખુશખબર, જાણીને થઈ જશો રાજીના રેડ!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube