આ ભાઈ ઉંધા માથે થઈ પગથી કેમ કરે છે અમ્પાયરીંગ? ક્રિકેટર્સ અને ચાહકો બધા અવાક! જુઓ Video

એક ભારતીય અમ્પાયરે પોતાની અનોખી શૈલીથી ક્રિકેટ મેચમાં અમ્પાયરિંગ કરીને હંગામો મચાવ્યો છે. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. આ અમ્પાયર મહારાષ્ટ્રના પંઢરપુરના દીપક નાયકનવરે છે, જેમને લોકો ડીએન રોક સરના નામથી બોલાવે છે.

આ ભાઈ ઉંધા માથે થઈ પગથી કેમ કરે છે અમ્પાયરીંગ? ક્રિકેટર્સ અને ચાહકો બધા અવાક! જુઓ Video

નવી દિલ્હીઃ એક ભારતીય અમ્પાયરે પોતાની અનોખી શૈલીથી ક્રિકેટ મેચમાં અમ્પાયરિંગ કરીને હંગામો મચાવ્યો છે. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. આ અમ્પાયર મહારાષ્ટ્રના પંઢરપુરના દીપક નાયકનવરે છે, જેમને લોકો ડીએન રોક સરના નામથી બોલાવે છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની માઈકલ વોન પણ તેમની અમ્પાયરિંગની સ્ટાઈલથી ઈમ્પ્રેસ થયા છે. માઈકલ વોને ટ્વિટર પર દીપકની અમ્પાયરિંગનો વીડિયો શેર કર્યો છે. આ સાથે તેમણે લખ્યું કે તે નિશ્ચિત છે કે અમે બધા તેને ICC એલિટ પેનલમાં જોવા ઈચ્છીએ છીએ.

No description available.
 

— Michael Vaughan (@MichaelVaughan) December 5, 2021

 

દીપક અમ્પાયરિંગ કરતી વખતે પોતાના માથા પર ઊભો થઈને અમ્પારિંગ કરે છે. તે આવું કરનાર વિશ્વનો પ્રથમ અમ્પાયર છે. તેમની અમ્પાયરિંગની સ્ટાઈલ દરેક ક્રિકેટ પ્રેમીઓને આકર્ષી રહી છે. ક્રિકેટની રમતમાં અમ્પાયરિંગ ખૂબ જ મુશ્કેલ અને ગંભીર માનવામાં આવે છે.  

No description available.
અમ્પાયરિંગમાં દરેક એક બોલ પર ધ્યાન આપવું પડે છે અને બાજ નજર રાખવી પડે છે. કારણ કે અમ્પાયરોનો ખોટો નિર્ણય જીત અથવા હાર તરફ કોઈપણ ટીમને દોરી શકે છે, તેથી અમ્પાયરોએ સાવચેત રહેવું પડે છે. આ સાથે તેમને ખેલાડીઓની અપીલનો પણ સામનો કરવો પડે છે. જ્યારે અમ્પાયર મેચમાં ભૂલ કરે છે, ત્યારે તેઓ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. પરંતુ દીપક નાયકનવરે તેની મજાકિયા શૈલીના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. દીપકે બાળપણથી જ કંઈક અલગ કરવાનો નિર્ણય લીધો હતો. દીપકનું અમ્પાયરિંગ કોરોનાને કારણે ટેન્શનમાં રહેતા લોકોનું દિલ ખુશ કરી રહ્યું છે.

No description available.
 
દીપક મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં અમ્પાયરિંગ કરીને લોકોનું મનોરંજન કરે છે. એક મેચ દરમિયાન, જ્યારે બોલરે વાઈડ બોલ નાખ્યો ત્યારે અમ્પાયર દીપકે હાથ વડે વાઈડ ન આપ્યો, પરંતુ વાઈડ આપવા માટે તેના માથા પર ઉભો રહ્યા અને પગે વાઈડ આપ્યો. દીપકે કોઈ યોગની તાલીમ પણ લીધી નથી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news