Omicron: ચિંતાજનક સ્થિતિ, ભારતમાં મૂળ વાયરસની સરખામણીએ 318% ની પૂરપાટ ઝડપે ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન
દેશમાં કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન મૂળ વાયરસની સરખામણીએ ત્રણ ગણી ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં નવા વેરિએન્ટનો પહેલો કેસ 2 ડિસેમ્બરના રોજ મળ્યો હતો. પરંતુ માત્ર 19 દિવસની અંદર આ વાયરસની ઝપેટમાં આવનારાની સંખ્યા 200 પાર કરી ગઈ.
નવી દિલ્હી: દેશમાં કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન મૂળ વાયરસની સરખામણીએ ત્રણ ગણી ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં નવા વેરિએન્ટનો પહેલો કેસ 2 ડિસેમ્બરના રોજ મળ્યો હતો. પરંતુ માત્ર 19 દિવસની અંદર આ વાયરસની ઝપેટમાં આવનારાની સંખ્યા 200 પાર કરી ગઈ. તેનાથી વિપરિત મૂળ કોરોના વાયરસથી સંક્રમણના 200 કેસ મળતા 60 દિવસ લાગ્યા હતા. જેને જોતા ઓમિક્રોન સંક્રમણ ફેલાવવાનો દર મૂળ વારયસની સરખામણીએ 318 ટકા છે.
ઓમિક્રોને આ દરમિયાન જ્યાં પ્રતિદિન સરેરાશ 10.5 લોકોને સંક્રમિત કર્યા ત્યાં શરૂઆતના બે મહિના દરમિયાન મૂળ વાયરસે પ્રતિદિન ફક્ત 3.3 લોકોને સંક્રમિત કર્યા. દેશમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ વર્ષ 2020માં 30 જાન્યુઆરીએ નોંધાયો હતો. ત્યારબાદ એક એપ્રિલ 2020ના રોજ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 200 થઈ હતી. નોંધનીય છે કે ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. ત્યારબાદથી તે લગભગ 100 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. આ જ કારણ છે કે ભારતમાં તેના તેજ પ્રસારને જોતા ભાત ભાતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
મહારાષ્ટ્ર-દિલ્હીમાં ઓમિક્રોનના કેસ સૌથી વધુ
દેશના 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન ફેલાઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં 236થી વધુ લોકો સંક્રમિત થયા છે જ્યારે 106 જેટલા સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 65 કેસ નોંધાયા છે. જ્યારે ઓમિક્રોનના 64 કેસ સાથે દિલ્હી બીજા નંબરે છે. તેલંગણામાં 24, કર્ણાટકમાં 19, રાજસ્થાનમાં 21 અને કેરળમાં 15 કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ 24 જેટલા કેસ નોંધાયા છે.
દેશમાં આ રીતે વધ્યા ઓમિક્રોનના કેસ
તારીખ (ડિસેમ્બર મહિનો) સંક્રમણના કુલ કેસ
2 1
7 32
16 81
17 111
21 200
23 236
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube