Omicron એ દેશની ચિંતા વધારી, કેરલમાં 9 અને જયપુરમાં 4 નવા કેસ, લાગી શકે છે પ્રતિબંધ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવારે સવારે 8 કલાકે અપડેટ કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 6317 નવા કેસ સામે આવ્યા અને 318 લોકોના મૃત્યુ થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના સતત વધી રહેલા કેસોએ સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે. દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો હતો, પરંતુ હવે નવો વેરિએન્ટ આવવાથી પ્રતિબંધો લાગવાના ભણકારા વાગી રહ્યાં છે. આજે કેરલમાં ઓમિક્રોનના ત્રણ નવા કેસ સામે આવ્યા છે. કેરલના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે જણાવ્યું કે એર્નાકુલમમાં 6 અને તિરૂવનંતપુરમમાં 3 વ્યક્તિ ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયા છે. રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 24 થઈ ગઈ છે.
જયપુરમાં કોરોના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત વધુ ચાર દર્દી મળ્યા છે, જેમાંથી એક વિદેશીની દિલ્હીમાં સારવાર ચાલી રહી છે. વધુ જાણકારી આપતા એસએમએસ મેડિકલ કોલેજ જયપુરના ડો. સુધીર ભંડારીએ જણાવ્યું કે જીનોમ ટેસ્ટમાં ચાર લોકોમાં ઓમિક્રોન વેરિએન્ટ હોવાની પુષ્ટિ થઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવારે સવારે 8 કલાકે અપડેટ કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 6317 નવા કેસ સામે આવ્યા અને 318 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં એક્ટિવ કેસમાં 907નો ઘટાડો નોંધાયો છે. દેશમાં હાલ એક્ટિવ કેસ 78,190 રહી ગયા છે.
આ પણ વાંચો- Voter Id કાર્ડને Aadhaar કાર્ડ સાથે ઘરે બેઠા કરો લિંક, જાણો સમગ્ર પ્રક્રિયા
રસીકરણનો આંકડો 139 કરોડને પાર
કોવિન પોર્ટલ પર સાંજે છ કલાક સુધીના આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધી કોરોના વિરોધી વેક્સિનના 139.64 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 83.28 કરોડ પ્રથમ અને 56.36 કરોડ બીજા ડોઝ સામેલ છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
24 કલાકમાં નવા કેસ 6317
કુલ એક્ટિવ કેસ 78190
24 કલાકમાં રસીકરણ 56.89 લાખ
કુલ રસીકરણ 139.64 કરોડ
આ પણ વાંચો- દુબઈના શાસકના 'છુટાછેડાની કિંમત' જાણીને તમારી આંખો થઈ જશે પહોળી, પત્નીને આપવા પડશે 55104446595 રૂપિયા
બુધવારે સવારે 08:00 વાગ્યા સુધી કોરોનાની સ્થિતિ
નવા કેસ 6,317
કુલ કેસ 3,47,58,481
સક્રિય કેસ 78,190
મૃત્યુ (24 કલાકમાં) 318
કુલ મૃત્યુ 4,78,325
રિકવરી રેટ 98.40 ટકા
મૃત્યુ દર 1.38 ટકા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube