દુબઈના શાસકના 'છુટાછેડાની કિંમત' જાણીને તમારી આંખો થઈ જશે પહોળી, પત્નીને આપવા પડશે 55104446595 રૂપિયા

લંડન હાઈકોર્ટે કહ્યુ કે શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમને પોતાની છઠ્ઠી પત્ની રાજકુમારી હયા બિંત અલ હુસૈનને 25.15 કરોડ પાઉન્ડની ચુકવણી કરવી પડશે. આ સિવાય પોતાના બાળકો 14 વર્ષીય અલ ઝલીલા અને નવ વર્ષીય ઝાયદને 29 કરોડ પાઉન્ડની બેન્ક ગેરંટી હેઠળ ચુકવણી કરવી પડશે. 

દુબઈના શાસકના 'છુટાછેડાની કિંમત' જાણીને તમારી આંખો થઈ જશે પહોળી, પત્નીને આપવા પડશે 55104446595 રૂપિયા

લંડન/દુબઈઃ બ્રિટનની એક કોર્ટે દુબઈના શાસકને છુટાછેડાના વળતરના રૂપમાં પૂર્વ પત્ની અને તેમના બાળકોને 55 કરોડ પાઉન્ડની ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે. તેને બ્રિટિશ ઈતિહાસના સૌથી મોંઘા છુટાછેડામાંથી એક ગણાવવામાં આવી રહ્યાં છે. ભારતીય રૂપિયામાં આ રકમ 55104446595 થાય છે. 

પત્ની અને બાળકોને અલગ-અલગ પૈસા આપવા પડશે
લંડન હાઈકોર્ટે કહ્યુ કે શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમને પોતાની છઠ્ઠી પત્ની રાજકુમારી હયા બિંત અલ હુસૈનને 22.15 કરોડ પાઉન્ડની ચુકવણી કરવી પડશે. આ સિવાય તેમના બાળકો 14 વર્ષીય અલ ઝલીલા અને નવ વર્ષીય ઝાયદને 29 કરોડ પાઉન્ડની બેંક ગેરંટી હેઠળ ચુકવણી કરવી પડશે. તેવામાં કુલ રકમ 55 કરોડ પાઉન્ડ થાય છે.

યૂએઈના પીએમ પણ છે શેખ મોહમ્મદ
કોર્ટે કહ્યું કે બાળકોને પ્રાપ્ત થનારી કુલ રકમ 29 કરોડ પાઉન્ડથી વધુ કે ઓછી હોઈ શકે છે. આ વિભિન્ન પાસા પર નિર્ભર કરે છે કે જેમ કે તે કેટલા સમય સુધી જીવિત રહે છે અને શું તે પોતાના પિતાની સાથે સંબંધ સુધારે છે. 72 વર્ષના શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ સંયુક્ત અરબ અમીરાતના પ્રધાનમંત્રી પણ છે. 

2019માં ભાગીને બ્રિટન પહોંચી હતી રાજકુમારી
ન્યાયાધીશ ફિલિપ મૂરે આ આદેશ પસાર કર્યો છે. 49 વર્ષીય રાજકુમારી હયા 2019માં ભાગીને બ્રિટન પહોંચી હતી અને બ્રિટિશ અદાલતોના માધ્યમથી પોતાના બે બાળકોનું રક્ષણ માંગ્યુ હતું. જોર્ડનના દિવંગત રાજા હુસૈનની પુત્રી હયાએ કહ્યુ કે, તે પોતાના પતિથી ભયભીત હતી, જેના પર આરોપ છે કે તેમણે પોતાની બે પુત્રીઓની ખાડી અમીરાતમાં બળજબરી વાપસીનો આદેશ આપ્યો હતો. 

પારિવારિક કોર્ટ પણ શેખ વિરુદ્ધ સંભળાવી ચુકી છે ચુકાદો
બ્રિટનના એક પરિવારે અદાલતના ન્યાયાધીશે ઓક્ટોબરમાં ચુકાદો સંભળાવ્યો હતો કે શેખ મોહમ્મદે કાયદાકીય લડાઈ દરમિયાન રાજકુમારી હયાના ફોનને હેક કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ શેખ મોહમ્મદે તેના પર આરોપથી ઇનકાર કર્યો હતો. ત્યારબાદ શેખ તરફથી કાયદાકીય લડત લડવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news