નવી દિલ્હીઃ Omicron XBB: ઓમિક્રોનનો XBB વેરિએન્ટ કોરોનાના વધતા કેસ માટે જવાબદાર છે. ખાસ કરીને કેરલ અને મહારાષ્ટ્રમાં. સિંગાપુરમાં પણ આ વેરિએન્ટના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ઓમિક્રોન શરીરની ઇમ્યુનિટીને ચકમો આપવા માટે જાણીતો છે અને વધુ સંક્રામક પણ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

XBB શું છે?
વિશ્વ આરોગ્ય સંસ્થાના કોવિડ તકનીકી પ્રમુખ, મારિયા વાન કેરખોવે કહ્યું, XBB, BA.2.75 અને BA.2.10.1  નો એક પુનઃ સંયોજન સ્ટ્રેન છે. આ સબ વેરિએન્ટથી થનારા સંક્રમણની ગંભીરતા પર મારિયાએ કહ્યું- અમને ગંભીરતામાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી, પરંતુ આ સમયે તેના વિશે કંઈ કહેવું ઉતાવળ ગણાશે, કારણ કે તેનો સીમિત ડેટા ઉપલબ્ધ છે. 


મહારાષ્ટ્રમાં સામે આવ્યા XBB ના 18 કેસ
ઓક્ટોબરના પહેલા 15 દિવસમાં મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સબવેરિએન્ટ XBB ના 18 કેસ સામે આવ્યા છે. તેમાંથી 13 કેસ પુણે, બે નાગપુર, બે થાણે અને એક અકોલાથી છે. 


આ પણ વાંચોઃ શું ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે? કેન્દ્રીય ખેલ મંત્રી ઠાકુરે આપ્યો જવાબ


કોવિડના અન્ય નવા વેરિએન્ટ
XBB સિવાય કોવિડના અન્ય બીજા વેરિએન્ટ પણ જોવા મળી રહ્યાં છે, જેમાં BQ.1, જે BA.5 અને BA.2.3.20 નો સબ-વેરિએન્ટ છે. પુણેમાં તેનો એક કેસ સામે આવ્યો છે. હાલમાં ચીનમાં BF.7 અને BA.5.1.7 વેરિએન્ટ સામે આવ્યો હતો. તેમાંથી BF.7 સબ-વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના કેસ બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ, ડેનમાર્ક અને ઈંગ્લેન્ડમાં જોવા મળ્યા છે. 


Omicron XBB: શું છે લક્ષણ?
સ્વાસ્થ્ય વિભાગે પુષ્ટિ કરી છે કે અત્યાર સુધી સામે આવેલા બધા કેસ સામાન્ય છે. પુણેમાં જે BQ.1 નો જે પ્રથમ કેસ આવ્યો છે, તે સામાન્ય છે અને અમેરિકાની યાત્રાનો ઈતિહાસ છે. ચીન પ્રમાણે ઓમિક્રોન BF.7 ના લક્ષણોમાં ઉધરસ, માથામાં દુખાવો, છાતીમાં દુખાવો, ગંધમાં ફેરફાર, સાંભળવામાં સમસ્યા અને ધ્રુજારી સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube