લોહપુરુષ સરદાર પટેલની આજે જન્મજયંતી, `રન ફોર યુનિટી`માં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યાં છે લોકો
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મજયંતી છે. આજના આ દિવસે દેશમાં રન ફોર યુનિટીનું પણ આયોજન કરાયું છે.
નવી દિલ્હી: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મજયંતી છે. આજના આ દિવસે દેશમાં રન ફોર યુનિટીનું પણ આયોજન કરાયું છે. લોક વિકાસની આ દોડમાં એક્તાનો સંદેશ પ્રસરી રહ્યો છે. દિલ્હી ખાતે ગૃહમંત્રી રાજનાથ સિંહ અને ખેલ મંત્રી રાજ્યવર્ધન રાઠોડે લીલી ઝંડી બતાવીને આ રન ફોર યુનિટીની શરૂઆત કરાવી. આ દરમિયાન જિમનેસ્ટ દીપા કર્મકર સાથે અનેક ખેલાડીઓ પણ હાજર રહ્યાં.
ભારતની શાનનું પ્રતિક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને પીએમ મોદી આજે રાષ્ટ્રને સમર્પિત કરાશે, જુઓ Live
આ બાજુ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભુવનેશ્વર ખાતે રન ફોર યુનિટીમાં ભાગ લીધો. દેશના અનેક ભાગોમાં લોકો રન ફોર યુનિટીમાં ભાગ લઈ રહ્યાં છે. દિલ્હીની સાથે સાથે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરેના અનેક શહેરોમાં પણ લોકો રન ફોર યુનિટીમાં દોડી રહ્યાં છે.