કોલકત્તાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના બાંગ્લાદેશ પ્રવાસનો શનિવારે બીજો દિવસ છે. પીએમ મોદીએ ત્યાં ઓરકાંડીમાં મતુઆ સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલા પણ હાજર હતા. પશ્ચિમ બંગાળમાં મતુઆ સમુદાયની આશરે 30થી 40 વિધાનસભા સીટો પર અસર જોવા મળી છે. તો વિધાનસભા ચૂંટણીમાં થઈ રહેલા મતદાન વચ્ચે પ્રધાનમંત્રી મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ મુખ્યમંત્રી મમતા બેનર્જીને પસંદ આવ્યો નથી. તેમણે તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ખગડપુરમાં કહ્યું- અહીં ચૂંટણી થઈ રહી છે અને તે (પીએમ) બાંગ્લાદેશ ગયા છે અને બંગાળ પર વ્યાખ્યાન આપી રહ્યાં છે. આ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે. 


બાંગ્લાદેશ: મતુઆ સમુદાયને પીએમ મોદીએ કહ્યું, 'આપણો મનથી મનનો સંબંધ છે'


પીએમ મોદીએ આગળ કહ્યુ, શ્રી શ્રી હોરિચાન્દ દેવજીની શિક્ષાઓને જન-જન સુધી પહોંચાડવામાં, દલિત-પીડિત સમાજને એક કરવામાં ખુબ મોટી ભૂમિકા તેમના ઉત્તરાધિકારી શ્રી શ્રી ગુરૂચોન્દ ઠાકુરજીની પણ છે. શ્રી શ્રી ગુરૂચોન્દ જીએ આપણે, ભક્તિ, ક્રિયા અને જ્ઞાનનું સૂત્ર આપ્યુ હતું. ગુલામાના તે સમયમાં પણ હોરિચાન્દ ઠાકુરજીએ સમાજને તે જણાવ્યુ હતુ કે આપણી વાસ્તવિક પ્રગતિનો માર્ગ શું છે. આજે ભારત હોય કે બાંગ્લાદેશ સામાજીક એકતા, સમરસતાના તે મંત્રોથી વિકાસના નવા આયામો સર કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube