નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) એ ઘાટીના નૌગામ સેક્ટરમાં પણ શનિવારે (5 સપ્ટેમ્બર)ના રોજ એલઓસી (LoC) પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને ચોકીઓને ટાર્ગેટ બનાવી છે. પહેલાં તો પાકિસ્તાને હળવા હથિયારોનો ઉપયોગ કર્યો, ત્યારબાદ મોર્ટાર જેવા મોટા હથિયારો વડે ગોળીબારી શરી. પછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપ્યો. આ ઘટનામાં ઇન્ડિયન આર્મીના જવાન ભૂપેન્દ્ર સિંહ શહીદ થઇ ગયા અને 2 જવાન ઘાયલ થયા હોવાની સૂચના છે. આ બંને જવાનો નામ વેંકટેશન અને શૈજલ બતાવવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટનાને લઇને રક્ષા વિભાગના એક પ્રવક્તાએ કહ્યું કે શનિવારે સવારે લગભગ 9.15 વાગે સીમાપારથી શાહપુર, કિરની અને ડેગવાર સેક્ટરોમાં ગોળીબારી શરૂ થઇ. તેમણે જણાવ્યું કે નિયંત્રણ રેખાની રક્ષા કરી રહેલા ભારતીય સૈનિકોને સીમાપારથી થનાર ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube