પરિણામ પછી પોક મુકીને રડ્યો આ ઉમેદવાર, મળ્યા 5 વોટ, 9 સભ્યોનો છે પરિવાર!
આ વીડિયો પંજાબનો છે, જ્યાં લોકસભા ચૂંટણી લડી રહેલા એક ઉમેદવારને પરિણામ જોયા પછી રડવાનું આવી ગયું, તેના રડવાનું કારણ પરિવારે પણ તેને આપેલો દગો હતો
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પરિણામની જાહેરાતની સાથે નેતાઓના ઘરે ઢોલ-નગારા વાગવા લાગે છે તો કોઈ મીઠાઈના ખોખા ખોલીને લોકોને મીઠાઈ ખવડાતું જોવા મળતું હોય છે. જોકે, ગઈકાલના ચૂંટણી પરિણામ પછી એક એવો વીડિયો જોવા મળ્યો છે, જેમાં પરિણામ જાહેર થતાંની સાથે જ ઉમેદવાર પોક મુકીને રડવા લાગ્યો છે.
આ વીડિયો પંજાબનો છે, જ્યાં લોકસભા ચૂંટણી લડી રહેલા એક ઉમેદવારને પરિણામ જોયા પછી રડવાનું આવી ગયું, તેના રડવાનું કારણ વિજયની ખુશી નહીં, પરંતુ પરિવારે પણ તેને આપેલો દગો હતો. આ વ્યક્તિએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, તેણે આ ચૂંટણીમાં ઘણી જ મહેનત કરી હતી, તેમ છતાં માત્ર 5 વોટ જ મળ્યા છે.
જૂઓ વીડિયોમાં શું કહી રહ્યો છે ઉમેદવાર....
Lok Sabha Election Result 2019 : 'મોદી લહેર'માં કોંગ્રેસના 9 પૂર્વ મુખ્યમંત્રીનો પરાજય
ઉમેદવારે મીડિયાને જણાવ્યું કે, તેના પરિવારના સભ્યોની કુલ સંખ્યા 9 છે, જેની સામે તેને માત્ર 5 વોટ જ મળ્યા છે. એટલે કે, તેના પરિવારના લોકોએ પણ તેનો વોટ આપ્યો નથી. જોકે, આ ઉમેદવારે પોતાના પરાજયનો ઠીકરો EVM પર ફોડતા જણાવ્યું કે, મને લાગે છે કે આ ચૂંટમીમાં ઈવીએમમાં જરૂર ગોટાળા કરવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણી 2019 પરિણામઃ મુસ્લિમો માટે આ સંસ્થાએ કહી મોટી વાત... થયો વિવાદ
પંજાબમાં કોંગ્રેસનો વિજય
લોકસભા ચૂંટણીમાં ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતમાં મોદી લહેર જોવા મળી, પરંતુ પંજાબમાં મોદી લહેરની કોઈ અસર જોવા મળી નહીં. અહીં કુલ 13 લોકસભા સીટમાંથી કોંગ્રેસે 8માં વિજય મેળવ્યો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને પંજાબમાં માત્ર 3 સીટ મળી હતી. અકાલી દળ-ભાજપના ગઠબંધનને 4 સીટ અને આમ આદમી પાર્ટીને 1 સીટ મળી છે.