ઝી મીડિયા/બ્યૂરો :સરકારે સંસદમાં શુક્રવારે જણાવ્યું કે, એક દેશ એક રાશન કાર્ડ (One ration card scheme) યોજના અંતર્ગત સમગ્ર દેશમાં 1 જૂનથી એક રાશન કાર્ડ યોજના લાગુ કરી દેવામાં આવશે. આ યોજના હજી 12 રાજ્યોમાં લાગુ છે. ગ્રાહકોના મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને (Ram Vilas Paswan) રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, ગરીબી રેખાની નીચે જીવન જીવનારા લોકોને દેશમાં ક્યાંય પણ રાશન લેવાની સુવિધા આપવા માટે એક દેશ એક રાશન કાર્ડ યોજનાને આગામી 1 જૂનથી લાગુ કરી દેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાસવાને કહ્યું કે, 2013માં 11 રાજ્યોમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો લાગૂ થયા બાદ હવે તેના દાયરામાં તમામ રાજ્યો આવી ગયા છે. તેમણે જણાવ્યું કે, આ યોજનાના આગામી ચરણમાં સરકારે સમગ્ર દેશ માટે એક જ રાશન કાર્ડ જાહેર કરવાની શરૂઆત 1 જાન્યુઆરીથી કરાઈ છે. 12 રાજ્યો જેમાં આંધ્ર પ્રદેશ, તેલંગાના, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા, ત્રિપુરા, ગોવા, ઝારખંડ અને મધ્ય પ્રદેશથી શરૂ કરી દેવાઈ છે.


તેમણે સ્પષ્ટ કર્યું કે, એક દેશ એક રાશન કાર્ડ માટે નવા કાર્ડની જરૂર નહિ પડે. સાથે જ પાસવાને નવા કાર્ડ જાહેર કરવા માટેની અફવાઓ પ્રત્યે ચેતવણી આપતા કહ્યું કે, આ વચેટિયાઓનો ખેલ છે, જો આ ખેલ નહિ રોકાયો તો મંત્રાલય તેની સીબીઆઈ તપાસ કરવાથી પાછળ નહિ હટે. પાસવાને એક અન્ય પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, મંત્રાલયે એક જૂનથી સમગ્ર દેશમાં એક દેશ એક રાશન કાર્ડ લાગુ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ સમય મર્યાદાથી માત્ર પૂર્વોત્તર રાજ્યોને અલગ રાખવામાં આવ્યા છે.


તેમણે જણાવ્યું કે, આ યોજના અંતર્ગત તમામ રાશનની દુકાનોને ફિંગ પ્રિન્ટ ઓળખ મશીન (પોશ મશીન)થી લેસ અને રાશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની જરૂરિયાત જોતા તે પૂર્વોત્તર રાજ્યોને આ સમય મર્યાદાથી મુક્ત રાખવામાં આવ્યા છે. 


રાશન કાર્ડ પર મળનારા ખાદ્યખોરાકની કિંમદ સીધા લાભાર્થીના બેંક ખાતામાં મોકલવાની યોજના વિશે પાસવાને જણાવ્યું કે, ત્રણ કેન્દ્રશાસિત ક્ષેત્ર (પોંડિચેરી, ચંદીગઢ અને દાદરાનગર હવેલી)માં પાયલટ પ્રોજેક્ટ પૂરો થઈ શક્યો નથી.


તેના માટે તેમણે પોડિંચેરી સરકારની અસહમતિને મુખ્ય કારણ બતાવતા કહ્યું કે, રાજ્ય સરકારોની સહમતિ વગર રાશન કાર્ડ યોજનાને ડીબીટીથી નહ જોડવામાં આવી શકે. તેથી હાલ એક દેશ એક રાશન કાર્ડ યોજનાને લાગુ કરવા પર જ સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જ્યાં રાજ્ય સરકાર સહમતી આપશે, ત્યાં ડીબીટીના માધ્યમથી કેશલેસ રાશન વિતરણ થશે. જ્યાં રાજ્ય સરકારો સહમત નહિ થાય, ત્યાં અમે રાહ જોઈશું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...