નવી દિલ્હીઃ કોરોના મહામારી ભારતમાં ફેલાવાની શરૂ થઈ તો ખુબ તૈયારીઓ કરવામાં આવી હતી. કોવિડ-19 માટે ડેડિકેટેડ હોસ્પિટલોમાં 1 લાખ 30 હજારથી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌથી મહત્વની વાત છે કે તેમાંથી માત્ર 1.5 ટકા બેડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કારણ છે કે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓનું સ્તર ખુબ ઓછુ છે અને મોટા ભાગના દર્દી સરળતાથી સ્વસ્થ થઈ રહ્યાં છે. સારી તૈયારીઓ, ઓછુ સંક્રમણ સ્તર અને ઝડપી રિકવરીને કારણે તે વાતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે ભારત કોરોનાનો જંગ જલદી જીતી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિડ હોસ્પિટલોમાં મોટા ભાગના બેડ ખાલી પડ્યા છે. તેવામાં જલદી સમીક્ષા કરીને આ બેડ્સને નોન-કોવિડ દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવી શકાય છે. હકીકતમાં કોરોનાનો ખતરો સામે આવ્યા બાદ મોટા ભાગની હોસ્પિટલમાંથી દર્દીઓને રજા આપી દેવામાં આવી અને ઓપીડી પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ વિશે એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, અમારી હોસ્પિટલમાં ભીડ નથી કારણ કે અમે ક્ષમતા વધારી છે. મોટાભાગના કેસોમાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોતી નથી. દેશભરમાં 1 લાખ 30 હજાર બેડ્સ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાંથી બે હજાર બેડનો ઉપયોગ થયો છે. 


ભારતે પણ વેક્સીન તૈયાર કરવાની દિશામાં ભર્યું પગલું, જાનવરો પર થશે ટ્રાયલ


મજૂરોના પરત ફરવાની રાહ જોશે સરકાર
લૉકડાઉનના ત્રીજા તબક્કામાં છૂટનો વ્યાપ વધારવા અને પ્રવાસી મજૂરોને તેના ગામ પરત ફરવાની સ્થિતિને જોતા સરકાર જલદી પોતાના પ્લાનમાં ફેરફાર કરવા ઈચ્છતી નથી. સરકાર હજુ રાહ જોઈ રહી છે કે આગામી દિવસોમાં કેસ ઝડપથી વધી શકે ચે. કોવિડ માટે ડેડિકેટેડ હોસ્પિટલોમાં 99000 બેડ ઓક્સિજન સપોર્ટ અને 35 હજાર બેડ આઈસીયૂની સુવિધા વાળા છે. 


1.30 લાખ બેડમાંથી મોટા ભાગના સરકારી હોસ્પિટલોમાં છે. માત્ર 10 ટકા બેડ મેટ્રો સિટીની ખાનગી હોસ્પિટલોમાં છે. હાલ દેશમાં કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર માટે માત્ર 970 હોસ્પિટલ છે. તો 2300 કોવિડ હેલ્થ સેન્ટર છે, જેમાં ડેડિકેટેડ કોવિડ બ્લોક્સ બનાવવામાં આવ્યા અથવા હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવીને ઓછા સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. 


અલગથી કોવિડ હોસ્પિટલ બનાવવા ઈચ્છે છે ખાનગી કંપનીઓ
કેન્દ્ર સરકારને ખાનગી સેક્ટર તરફથી અલગથી કોવિડ હોસ્પિટલ બનાવવાના પ્રસ્તાવ મળ્યા છે. તે રીતે ચીનમાં હોસ્પિટલ બનાવવામાં આવી હતી. પરંતુ ભારત સરકારે હજુ તેના પર નિર્ણય લીધો નથી. એક અધિકારીએ જણાવ્યું, ઘણી ખાનગી કંપનીઓએ રૂચિ દાખવી છે પરંતુ હજુ અમને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરીયાત લાગી રહી નથી. અમને આશા છે કે આગળ પણ તેની જરૂર પડશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર