ઘૂંટણિયે પડ્યું પાકિસ્તાન! છેલ્લા 5 મહિનામાં ફક્ત 6 Ceasefire Violations
જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેના, સુરક્ષાદળો અને સ્થાનિક પોલીસની મુહિમ રંગ લાવી રહી છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેના, સુરક્ષાદળો અને સ્થાનિક પોલીસની મુહિમ રંગ લાવી રહી છે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સરહદપારથી થતી ઘૂસણખોરીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સરહદ પારથી સીઝફાયર ભંગના કેસ પણ ઓછા નોંધાયા છે. આંકડા દર્શાવે છે કે પાકિસ્તાનની હરકતો પર સતત નકેલ કસવામાં આવી રહી છે.
આ રીતે પડ્યું ઘૂંટણિયે!
ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ આ વર્ષ માર્ચ મહિનામાં એક પણ વાર સીઝફાયરનો ભંગ થયો નથી જ્યારે ત્રણ વર્ષ પહેલા વર્ષ 2018માં આ દરમિયાન સીઝફાયર ભંગની 203 ઘટનાઓ નોંધાઈ હતી.
લોકસભામાં ગૃહ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે આ વર્ષે જાન્યુઆરીમાં સીઝફાયરની 280 ઘટનાઓ ઘટી. ફેબ્રુઆરીમાં આ આંકડો 278 હતો. અને માર્ચમાં ઝીરો. ત્યારબાદ એપ્રિલ મહિનામાં ફક્તે એક વખત, મેમાં 3 વાર અને જૂનમાં 2 વાર સીઝફાયરનો ભંગ થયો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube