જયપુર : ભારતમાં પાકિસ્તાની જાસુસી નેટવર્કનો મોટો ખુલાસો થયા બાદ હવે મિલિટ્રી ઇન્ટેલીજન્સ અને રાજસ્થાન પોલીસે સોમવારે 2 સિવિલ ડિફેન્સ કર્મચારીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ રાજસ્થાનનાં ગંગાનગરથી થઇ છે. તેના પર આરોપ છે કે, આ બંન્ને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ને ભારતીય સેનાની રણનીતિઓની માહિતી આપતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓડિશા જનસંવાદ રેલીમાં અમિત શાહનો કટાક્ષ, વિપક્ષના વક્રદ્રષ્ટા આજે અમારા પર સવાલ ઉઠાવે છે

તેમાંથી એક ભારતીયને મુલ્તાનની પાકિસ્તાની મહિલા ISI ઓપરેટિવ દ્વારા સોશિયલ મીડિયા પર હની ટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો હતો. તે મહિલા આઇએસઆઇ ઓપરેટિવ એક નકલી ફેસબુક એકાઉન્ટ ચાલી રહ્યું હતું. જેમાં આ મહિલાએ પોતાને એક હિંદૂ મહિલા અનુષ્કા ચોપડા તરીકેની ઓળખ આપી હતી. 


જમ્મૂ-કાશ્મીરઃ આ વર્ષે અત્યાર સુધી 93 આતંકીઓનો સફાયો, હજુ 125 એક્ટિવ

અધિકારીક સુત્રો અનુસાર લખનઉ બેઝ્ડ મિલિટ્રી ઇન્ટેલીજન્સનાં ઇનપુટથી જે માહિતી મળી છે, તેના અનુસાર રાજસ્થાન પોલીસે 29 વર્ષનાં વિકાસ કુમાર અને આર્મીનાં દારૂગોળાનો ડેપો પર કામ કરનારા સિવિલ ડિફેન્સ કર્મચારી ચિમનલાલને પકડ્યો છે. ચિમન લાલની ઉંમર 22 વર્ષ છે અને તે આર્મીની મહાજન ફિલ્ડ ફાયરિગ રેંજ (MFFR) માં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. 


VIDEO WAR: ચીનનો બનાવટી વીડિયો Vs ભારનો અસલી વીડિયો

આ બંન્ને પર પાકિસ્તાનનાં ISI માટે જાસુસ તરીકે કામ કરવા અને પૈસાને બદલે સંવેદનશીલ માહિતી આપવાનો આરોપ છે. ગત્ત વર્ષે ઓગષ્ટ 2019માં સૈન્ય ગુપ્ત લખનઉ એકમનાં જાસુસી એજન્ડ વિકાસ કુમાર અંગે માહિતી મળી હતી જે પાકિસ્તામાં પોતાનાં હેન્ડલર્સને ભારતીય સેનાની સૈન્ય માહિતી આપી રહ્યા હતા. તેમાં તેવી પણ માહિતી મળી હતી કે, વિકાસ કુમારને આ માહિતી બદલે પાકિસ્તાન પાસેથઈ પૈસા મળ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube