જમ્મૂ-કાશ્મીરઃ આ વર્ષે અત્યાર સુધી 93 આતંકીઓનો સફાયો, હજુ 125 એક્ટિવ


જમ્મૂ-કાશ્મીરમાં સેના આતંકીઓનો ખાતમો કરવાના પ્લાનમાં સારી રીતે આગળ વધી રહી છે. આ વર્ષે અત્યાર સુધી 93 આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. લેફ્ટિનેન્ટ જનરલ બી એસ રાજૂએ જણાવ્યુ કે, હાલ આશરે 125 આતંકી એક્ટિવ છે. 
 

જમ્મૂ-કાશ્મીરઃ આ વર્ષે અત્યાર સુધી 93 આતંકીઓનો સફાયો, હજુ 125 એક્ટિવ

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા દળોનું ઓપરેશન ઓલઆઉટ જારી છે. 24 કલાકની અંદર સુરક્ષાદળોએ 9 આતંકીઓનો સફાયો કર્યો છે. આ વર્ષે અત્યાર સુધી 93 આતંકીઓ માર્યા ગયા છે. સુરક્ષા સૂત્રો પ્રમાણે આતંકીઓ વિશે સતત ચોક્કસ જાણકારી મળી રહી છે, જેથી વગર કોલેટરલ ડેમેજની અથડામણમાં આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. પરંતુ હજુ ઘણા આતંકી બચેલા છે જે જવાનોના હિટ-લિસ્ટમાં છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે કાશ્મીરમાં હાલ 125 જેટલા આતંકી એક્ટિવ છે. તેમાંથી 25 વિદેશી અને 100 લોકલ કાશ્મીરી છે. 

સુરક્ષાદળ સતત આતંકીઓનો સફાયો તો કરી રહ્યાં છે પરંતુ આતંકની ભરતી પણ ચાલી રહી છે. એપ્રિલ અને મેમાં આતંકીઓએ યુવાનોને લલચાવીને પોતાની સાથે સામેલ કરવાનું કામ ઝડપથી કર્યું છે. લૉકડાઉનમાં એક તરફ બધુ બંધ હતું તો આતંકી ભરતી ચાલી રહી હતી. ગુપ્તચર સૂત્રો પ્રમાણે જ્યાં આ વર્ષે 7 એપ્રિલ સુધી ઘાટીના 6 યુવા આતંકવાદીના માર્ગ પર ગયા છે, અને તેની સંખ્યા 43 થઈ ગઈ છે. એટલે કે એપ્રિલ અને મેમાં આતંકીઓએ યુવાનોને પોતાની સાથે સામેલ કરવાનું કામ ઝડપથી કર્યું છે. 

ગુપ્ત ઇનપુટમાં તેજી
એક સીનિયર અધિકારીએ કહ્યું કે, આતંકીઓ વિશે જાણકારી મેળવામાં તેજી આવી છે. જેથી સુરક્ષા દળો સફળ અને ચોક્કસ ઓપરેશન કરી રહ્યાં છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદ ઘમા મહિના સુધી સંચાર તંત્ર બંધ હતા તેથી જાણકારી ન મળી શકી પરંતુ ફરી કોમ્યુનિકેશન શરૂ થયું તો આતંકીઓની મૂવમેન્ટ વિશે પણ જાણકારી મળવા લાગી છે. તેમણે કહ્યું કે, જે રીતે આતંકીઓ વિશે સતત જાણકારી આવી રહી છે, તેનાથી તે સ્પષ્ટ છે કે સ્થાનીક લોકો પણ આતંકીઓની હરકતોથી ત્રસ્ત છે. આ વર્ષે અત્યાર સુધી 93 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે, જ્યારે પાછલા વર્ષે આ સમયગાળામાં 104 આતંકીઓ માર્યા ગયા હતા. આતંકીઓની જાણકારી મળવી અને સુરક્ષા દળોની સતર્કતાને કારણે આતંકી ઘટનાઓમાં પણ પાછલા વર્ષની તુલનામાં ઘટાડો થયો છે. પાછલા વર્ષે આ સમયગાળામાં 91 આતંકી ઘટનાઓ થઈ તો આ વર્ષે અત્યાર સુધી 51 આતંકી ઘટનાઓ (ટેરરિસ્ટ ઇનિસિએટેડ ઇન્સિડેન્ટ) થયા છે. 

ઘુષણખોરીના પ્રયાસોમાં વધારો
સેનાના એક અધિકારી પ્રમાણે આતંકી કાશ્મીરની સ્થિતિ બગાડવા માટે સતત લાઇન ઓફ કંટ્રોલ પાર કરી ઘુષણખોરીનો પ્રયાસ કરી રહ્યાં છે. શનિવારની રાત્રે ઘુષણખોરીના એક પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આ પહેલા ઘુષણખોરીના પ્રયાસમાં ત્રણ આતંકીને ઠાર કરી દેવામાં આવ્યા હતા. આતંકીઓ સ્થાનીક યુવાનોને પણ પોતાની સાથે સામેલ કરવાનો પણ સતત પ્રયાસ કરી રહ્યાં છે. સૂત્રો પ્રમાણે અત્યાર સુધી 43 યુવાનો આતંકીઓ સાથે જોડાયા છે. મેના મહિનામાં 7-8 યુવાનો સામેલ થયા છે. પાછલા વર્ષે કુલ 119 અને 2018માં 219 યુવાનો આતંકી સંગઠનોમાં સામેલ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news