નવી દિલ્હી: યુરોપિયન યુનિયનના સાંસદો આજે કાશ્મીરની મુલાકાતે છે. વિદેશી પ્રતિનિધિ મંડળની આ કાશ્મીર મુલાકાત પર વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ભડક્યા છે. તેમણે સરકારની દાનત પર સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષી નેતાઓએ કહ્યું કે ભારતીય સાંસદોને તો શ્રીનગરના એરપોર્ટથી જ પાછા મોકલી દેવાય છે પરંતુ વિદેશી પ્રતિનિધિ મંડળને ત્યાં જવાની મંજૂરી અપાય છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાઢેરાએ ટ્વીટ કરીને કહ્યું કે "કાશ્મીરમાં યુરોપિયન સાંસદોને સેર સપાટા અને હસ્તક્ષેપની મંજૂરી પરંતુ ભારતીય સાંસદો અને નેતાઓ ત્યાં પહોંચે કે તેમને એરપોર્ટથી જ પાછા મોકલી દેવાયા! અનોખો રાષ્ટ્રવાદ છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એજ રીતે બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં બંધારણની કલમ 370 હટાવવા ઉપરાંત ત્યાંની વર્તમાન સ્થિતિના આકલન માટે યુરોપિયન યુનિયનને જમ્મુ અને કાશ્મીર મોકલતા પહેલા ભારત સરકારે જો પોતાના દેશના ખાસ કરીને વિપક્ષી પાર્ટીઓના સાંસદોને ત્યાં જવાની મંજૂરી આપી હોત તો વધુ સારું થાત. 


યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિ મંડળ શ્રીનગર પહોંચ્યું, કોંગ્રેસે કાઢ્યો બળાપો


AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ કટાક્ષ કરતા કહ્યું કે વિદેશ મંત્રાલયે શાનદાર પસંદગી કરી છે. એવા લોકોને ત્યાં જવા દેવામાં આવી રહ્યાં છે જે ઈસ્લામોફોબિયાની બીમારીથી ગ્રસ્ત છે. આવા લોકો મુસ્લિમ બહુમતીવાળા રાજ્યમાં જઈ રહ્યાં છે. તેમણે શાયરાના અંદાજમાં કહ્યું કે ગેરો પે રકમ અપનો પે સીતમ, એ જાન એ વફા યે ઝૂલ્મ ન કર... રહેને દે અભી થોડા સા ધર્મ.."


રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન
આ મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ભારતીય સાંસદોને રોકવા અને વિદેશી નેતાઓે ત્યાં જવાની મંજૂરી આપવામાં કઈક ને કઈક ઘણુ બધુ ખોટું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે યુરોપથી આવેલા સાંસદોનું જમ્મુ કાશ્મીરની મુલાકાત માટે સ્વાગત છે. જ્યારે ભારતીય સાંસદોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાય છે. કઈંક ને કઈંક એવું છે જે ખુબ ખોટું છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...