યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિ મંડળ શ્રીનગર પહોંચ્યું, કોંગ્રેસે કાઢ્યો બળાપો

યુરોપિયન સંઘ (ઈયુ)નું 21 સભ્યોનું સંસદીય પ્રતિનિધિમંડળ 29 ઓક્ટોબરે એટલે કે આજે કાશ્મીરના પ્રવાસે છે. 

Viral Raval Viral Raval | Updated: Oct 29, 2019, 12:38 PM IST
યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિ મંડળ શ્રીનગર પહોંચ્યું, કોંગ્રેસે કાઢ્યો બળાપો
તસવીર-ANI

નવી દિલ્હી: યુરોપિયન સંઘ (ઈયુ)નું 21 સભ્યોનું સંસદીય પ્રતિનિધિમંડળ 29 ઓક્ટોબરે એટલે કે આજે  જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. આ પ્રતિનિધિ મંડળ આજે સવારે લગભગ 8 વાગે શ્રીનગર જવા રવાના થયું હતું. હાલ તેઓ શ્રીનગર પહોંચી ગયા છે. અહીં તેઓ રાજ્યપાલને મળશે અને મશહૂર ડાલ ઝીલની પણ મુલાકાત લેશે. આર્ટિકલ 370 ખતમથયા બાદ કોઈ વિદેશી પ્રતિનિધિમંડળ પહેલીવાર કાશ્મીરની મુલાકાતે છે.

આ અગાઉ પ્રતિનિધિ મંડળે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. અત્રે જણાવવાનું કે આ પ્રવાસ એવા સમયે કરાઈ રહ્યો છે જ્યારે અમેરિકા અને અન્ય દેશોમાં કાશ્મીરને અપાયેલા વિશેષ દરજ્જાને હટાવ્યાં બાદ ત્યાના હાલાત પર ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. કલમ 370 હટ્યા બાદ પહેલીવાર કોઈ વિદેશી દળ કાશ્મીર જશે. નવી દિલ્હી સ્થિતિ યુરોપીય સંઘની શાખાએ કહ્યું કે આ તેનું કોઈ અધિકૃત પ્રતિનિધિ મંડળ નથી. 

કાશ્મીર પ્રવાસે જનારા આ પ્રતિનિધિ મંડળના સભ્ય અને વેલ્સથી યુરોપિયન સંસદના સભ્ય નાથન ગિલે આશા વ્યક્ત કરી કે આ પ્રવાસથી ગ્રાઉન્ડ સ્તરના હાલાત જાણવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે આ અમારા માટે એક શાનદાર તક છે જ્યારે અમે વિદેશી પ્રતિનિધિ તરીકે કાશ્મીર જઈને હાલાતની સમીક્ષા કરી શકીશું અને ગ્રાઉન્ડ હકીકત જાતે જોઈ શકીશું. 

પીએમ મોદીએ પ્રતિનિધિમંડળના સભ્યો સાથે મુલાકાત દરમિયાન પાકિસ્તાન તરફ સ્પષ્ટ ઈશારો કરતા કહ્યું કે જે દેશો આતંકવાદને રાજ્યની નીતિ તરીકે ઉપયોગમાં લે છે તેવા દેશો સામે તત્કાળ કાર્યવાહી કરવાની જરૂર છે. કહેવાય છે કે મોદીએ આ વાત કરીને ટીમના કાશ્મીર પ્રવાસનો 'ટોન' નક્કી કરી દીધો છે. મોદીએ આશા વ્યક્ત કરી છે કે સભ્યો ક્ષેત્રની એક ઉમદા સમજ અને ત્યાના માટે સરકારની વિકાસની નીતિઓની એક સ્પષ્ટ તસવીર મેળવી શકશે. 

જુઓ LIVE TV

ડોભાલે પ્રતિનિધિ મંડળના સભ્યોની સોમવારે બપોરે લંચ માટે મેજબાની કરી હતી. તેમણે પાકિસ્તાન તરફથી થતા યુદ્ધ વિરામ ભંગ આતંકવાદ અને કલમ 370 નાબુદીના બંધારણીય ફેરફાર પર વાત કરી. પ્રતિનિધિ મંડળમાં યુકે, ફ્રાન્સ, ઈટાલી, પોલેન્ડ અને જર્મનીના સભ્યો છે. જેમણે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ સાથે પણ મુલાકાત કરી. ઈયુ પ્રતિનિધિ મંડળનો કાશ્મીર પ્રવાસ કાશ્મીરને લઈને પાકિસ્તાન દ્વારા થઈ રહેલા દુષ્પ્રચારને પછાડવાની ભારતની રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યો છે. 

રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન
આ મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ભારતીય સાંસદોને રોકવા અને વિદેશી નેતાઓે ત્યાં જવાની મંજૂરી આપવામાં કઈક ને કઈક ઘણુ બધુ ખોટું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે યુરોપથી આવેલા સાંસદોનું જમ્મુ કાશ્મીરની મુલાકાત માટે સ્વાગત છે. જ્યારે ભારતીય સાંસદોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાય છે. કઈંક ને કઈંક એવું છે જે ખુબ ખોટું છે. 

આ બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ ટ્વીટ કરીને કહ્યું કે ભારતીય નેતાઓને જમ્મુ અને કાશ્મીરના લોકોને મળતા રોકવામાં આવે છે અને છાતી ઠોકીને રાષ્ટ્રવાદની વાતો કરનારાઓએ શું વિચારીને યુરોપીયન નેતાઓે જમ્મુ કાશ્મીર જવાની મંજૂરી આપી? આ સીધે સીધુ ભારતની પોતાની સંસદ અને આપણા લોકતંત્રનુ અપમાન છે. 

કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું કે યુરોપિયન સંસદના પ્રતિનિધિમંડળના આ પ્રવાસના બે પહેલુ છે. પહેલુ એ કે કોઈ પણ અન્ય દેશ કે તેના સભ્યો કે કોઈ પણ વિદેશી સંસદને જમ્મુ કાશ્મીરમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી કારણ કે તે ભારતનો આંતરિક મામલો છે. 

બીજો એ કે દેશ ખાસ કરીને વિપક્ષ એ જાણવા માંગે છે કે જ્યારે પીએમઓ યુરોપિયન ડેલિગેશનની મેજબાની કરી શકે છે અને તેમના જમ્મુ કાશ્મીર પ્રવાસની વ્યવસ્થા કરી શકે છે તો આ શિષ્ટાચાર વિપક્ષ સાથે કેમ નહીં? કેન્દ્ર વિપક્ષી નેતાઓના જમ્મુ કાશ્મીર જવા પર આપત્તિ કેમ નોંધાવે છે. 

માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ ભાજપના જ રાજ્યસભા સાંસદ પણ આ મુદ્દે અકળાયા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે હું તો સ્તબ્ધ છું કે વિદેશ મંત્રાલયે યુરોપિયન યુનિયનના સાંસદોને જમ્મુ અને કાશ્મીના કાશ્મીર વિસ્તારના અંગત પ્રવાસની (ઈયુનું આ અધિકૃત પ્રતિનિધિ મંડળ નથી) વ્યવસ્થા કરી છે. જે આપણી રાષ્ટ્રીય નીતિ વિરુદ્ધ છે. હું સરકારને ભલામણ કરીશ કે આ પ્રવાસને રદ કરે  કારણ કે તે અનૈતિક છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...