નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં અત્યાર સુધી છ તબક્કામાં મતદાન થઇ ગયું છે. દરેક રાજકીય પાર્ટી પોતાની જીતનો દાવો કરી રહી છે. ભાજપને જ્યાં દેશમાં પીએમ મોદીની સત્તામાં વાપસીની આશા છે. ત્યારે મોદી વિરોધીઓની પાર્ટીમાં સતત એકજૂટતા દેખાડવાની અલગ અલગ કવાયત જોવા મળી રહી છે. પરંતુ અત્યારે પણ વિપક્ષી પાર્ટીમાં એક અભિપ્રાય જોવા મળી રહ્યો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: PM મોદીએ કહ્યું- ભાજપમાં માત્ર એક જ વ્યક્તિ જે મને ખખડાવી શકે છે


વિપક્ષી પાર્ટીની બેઠકને લઇને તાજા મતભેદ સર્જાયા છે. થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે, 21 મેએ તેલુગૂ દેશમ પાર્ટીના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબૂ નાયડૂના નેતૃત્વમાં દરેક વિપક્ષી પાર્ટીને દિલ્હીમાં બેઠક યોજાવાની છે. પરંતુ હવે એવા સમાચાર આવ્યા છે કે, આ બેઠક ચૂંટણી પરિણામના દિવસે યોજાશે.


વધુમાં વાંચો: કર્ણાટક: કોંગ્રેસ અને JDS વચ્ચે ટેંશન વધ્યું, સિદ્ધરમૈયાને CM બનાવવાની માંગ પ્રબળ બની


21મી તારીખે વિપક્ષી પાર્ટીની બેઠકનો પ્રસ્તાવ નાયડૂ દ્વારા આપવામાં આવ્યો હતો, પરંતુ મોટાભાગે વિપક્ષી પાર્ટીની આ બેઠકને 23 મે ચૂંટણી પરિણામ બાદ બોલાવવાનું કહ્યું છે. હાલમાં આ બેઠક પ્રસ્તાવિત કરવામાં આવી છે. ચંદ્રબાબૂ નાયડૂએ આ મામલે સૌથી પહેલા રાહુલ ગાંધી અને મમતા બેનર્જીથી મુલાકાત કરી આ પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ મમતાએ સ્પષ્ટ પણે એવું કહી આવવાથી ના પણી હતી કે, પરિણામ પહેલા બેઠકથી શું ફાયદો?


વધુમાં વાંચો: છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા પર ચૂંટણી પંચની કાર્યવાહી, બાંકુરા DMને હટાવ્યા


જણાવી દઇએ કે, ચંદ્રબાબૂ નાયડૂએ આ મામલે ફોન પર બાકી પાર્ટીઓના નેતાથી સંપર્ક કર્યો હતો. નાયડૂની તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે, આ બેઠકમાં કુલ 22 વિપક્ષી પાર્ટી ભાગ લેશે. સુત્રોનું માનીએ તો આ બેઠક 23 મેના લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કરવામાં આવશે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...