છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા પર ચૂંટણી પંચની કાર્યવાહી, બાંકુરા DMને હટાવ્યા

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળના બાંકુરામાં મતદાન દરમિયાન થયેલી હિંસાના મામલે ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. પંચે બાંકુરાના ડીએમને હટાવી દીધા છે.

Updated By: May 13, 2019, 08:10 AM IST
છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા પર ચૂંટણી પંચની કાર્યવાહી, બાંકુરા DMને હટાવ્યા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળના બાંકુરામાં મતદાન દરમિયાન થયેલી હિંસાના મામલે ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. પંચે બાંકુરાના ડીએમને હટાવી દીધા છે. જણાવી દઇએ કે રવિવારના ભાજપના પ્રતિનિધિમંડળે બાંકુરામાં ચૂંટણી દરમિયાન થયેલી હિંસાને લઇને દિલ્હીમાં ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

વધુમાં વાંચો: કર્ણાટક: કોંગ્રેસ અને JDS વચ્ચે ટેંશન વધ્યું, સિદ્ધરમૈયાને CM બનાવવાની માંગ પ્રબળ બની

ભાજપની ફરિયાદ પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી એધિકારીને આદેશ કર્યો છે. ચૂંટણી પંચે રવિવારે પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લા મેજિસ્ટ્રેટ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમા શંતકને પદથી હટાવી તેમના સ્થાન પર  2008 બેંચ આઇએએસ અધિકારી મુક્તા આર્યને નિયુક્ત કર્યા છે.

વધુમાં વાંચો: દિગ્વિજય પોતે જ ન કરી શક્યા મતદાન, ખેદ વ્યક્ત કરી કહ્યું આવતા વખતે કરીશ મતદાન

રવિવારે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે થયેલા ઝગડા બાદ જિલ્લાધિકારી તેમજ ડીઇઓ શંકરની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના કારણે તેમની બદલી કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે આર્યને તત્કાલ કાર્યભાર સંભાળવાનો આદેશ આપ્યો છે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...