નવી દિલ્હી: ચૂંટણી પરિણામ આવ્યાથી પહેલા (Lok Sabha Election 2019) મંગળવારે વિપક્ષના નેતા ચૂંટણી પંચથી મળવા જઇ રહ્યાં છે. તેઓ વીવીપીએટી (VVPAT)ની સ્લિપ્સનું મેચિંગ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કરવા આગ્રહ કરશે. વિપક્ષી નેતાઓની અનૌપચારિક મુલાકતમાં કોંગ્રેસની તરફથી એહમદ પટેલ તેમજ ગુલામ નબી આઝાદ, તૃણમૂલ કોંગ્રેસથી ડેરેક ઓ બ્રાયન, એનસીપીના શરદ પવાર, સીપીઆઇ (એમ)ના સીતારામ યેચુરી, સીપીઆઇના ડી રાજા અને બસપાના સતીશ ચંદ્ર મિશ્રા સહિતના ઘણા નેતા સામેલ થઇ શકે છે. લોકસભા ચૂંટણીમાં 7 તબક્કામાં મતદાન થયું છે અને 23મીએ મતગણતરી થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: વિવાદોને સાઇડમાં મુકી રામની નગરીમાં જોવા મળ્યો હિન્દુ-મુસ્લિમ ભાઈચારો


વિપક્ષની યાચિકા પર સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો છે કે, દર વિધાનસભા ક્ષેત્રના અંતર્ગત આવનાર કોઇ પાંચ બૂથ પર વીવીપીએટી સ્લિપ્સનું મેચિંગ કરવામાં આવે. જોકે, કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષી પાર્ટી સતત આ માગ કરી રહી છે કે, ઓછામાં ઓછા 50 ટકા વીવીપીએટી સ્લિપ્સનું મેચિંગ કરવામાં આવે.


વધુમાં વાંચો: ચૂંટણી પરિણામ પહેલા જ 21 વિપક્ષી પાર્ટીઓના નેતાની આજે બેઠક, EC પણ જશે પાર્ટી


પ્રણબ મુખર્જી
આ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ ચૂંટણી પંચની સોમવારે પ્રશંસા કરતા કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણી શાનદાર રીતે સંપન્ન થઇ ગઇ છે. મુખર્જીનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે વિપક્ષી પાર્ટી સતત ચૂંટણી પંચને નિશાન બનાવી રહ્યું છે. મુખરજીએ પુસ્તકની રજૂઆતના પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેનના સમયથી વર્તમાન ચૂંટણી કમિશનરો સુધી સંસ્થાએ ખૂબ જ સારી કામગીરી કરી છે.


વધુમાં વાંચો: પાકિસ્તાનની હાલત ખરાબ: ટોચની બેંકે કહ્યું- આર્થિક સ્થિતિ સંકટમાં, જાણો કેમ...


તેમણે કહ્યું કે, કાર્યપાલિકા ત્રણ કમિશનરોની નિયુક્તી કરે છે અને તે પોતાનું કામ સારી રીતે કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, તમે તેમની ટીકા કરી શકો નહીં. આ ચૂંટણીનું યોગ્ય વલણ છે. મુખર્જીએ વરિષ્ટ પત્રકાર સોનિયા સિંહની પુસ્તક ‘ડિફાઇનિંગ ઇન્ડિયા: થ્રૂ ધેર આઇઝ’ની રજૂઆત સમયે કહ્યું હતું કે, જો લોકતંત્ર સફળ થયું છે, આ મુખ્યત્વે સુકુમાર સેન અને વર્તમાન ચૂંટણી કમિશનરો દ્વારા કરવામાં આવતી સુખાકારીને કારણે છે.


વધુમાં વાંચો: 45 યાત્રીઓને ગાઝીપુર લઇ જતી બસમાં અચાનક લાગી આગ અને...


મુખર્જીની આ ટિપ્પણીથી એક દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સમક્ષ તૂંટણી પંચનું આત્મસમર્પણ સ્વાભાવિક છે અને ચૂંટણી પંચ હેવ નિષ્પક્ષ અથવા સમ્માનિત રહ્યું નથી. વિપક્ષી દળ ચૂંટણી પંચનું કથિત રીતે ભાજપ પ્રતિ વલણ રાખવા માટે કમિશનની ટીકા કરતા રહ્યાં છે.


દેશના અન્ય સામાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...