45 યાત્રીઓને ગાઝીપુર લઇ જતી બસમાં અચાનક લાગી આગ અને...

આગ લાગતા બસમાં સવાર યાત્રીઓ સામાન છોડી તાત્કાલીક બસામાં ઉતરી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ગાઝીપુર ડેપોમાં ચાલતી રોડવેઝ બસના એન્જિનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.

કાનપુર: કાનપુરમાં મહારાજપુર કસ્બામાં મુસાફરોથી ભરેલી એક રોડવેઝ બસમાં સોમવાર (20 મે)ની રાત્રે અચાનક આગ લાગી હતી. કાનપુર-ફતેહપુર માર્ગ પર ચાલતી બસમાં આગ લાગતા યાત્રીઓમાં અફરા-તફરી મચી ગઇ હતી. બસમાં આગ લાગતા યાત્રીઓ સામાન છોડી તાત્કાલીક બસમાંથી ઉતરી ગયા હતા.

શોર્ટ સર્કિટથી લાગી આગ

1/4
image

જણાવવામાં આવી રહ્યું છે કે, ગાઝીપુર ડેપોમાં ચાલતી રોડવેઝ બસમાં એન્જિનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. બસમાંથી બધા યાત્રીઓ બહાર નીકળ્યા, ત્યારપછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી બસ બળી ગઈ હતી.

ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ

2/4
image

ડ્રાઇવર અને ઑપરેટરએ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સફળ થયા ન હતા. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી બે ગાડીઓની મદદથી અડધા કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ગાઝીપુર ડેપોની બસ મથુરાથી ગાઝીપુર 45 યાત્રીઓને લઇને જઇ રહી હતી.

રાત્રીના 9:15ની ઘટના

3/4
image

મહારાજપુરમાં ઓવર બ્રિજ ઉતરતા સમયે રાત્રે લગભગ 9:15 વાગે બસના એન્જિનમાં આગ લાગી હતી. ડ્રાઇવરે ચતુરાઇથી તાત્કાલીક બસ રોકતા યાત્રીઓમાં અફરા-તફરી મચી ગઇ હતી. બધા પોત પોતાનો સામાન બસમાંથી છોડી બહાર આવી ગયા હતા.

ફતેહપુર માર્ગ પર ટ્રાફિક જામ

4/4
image

ઘટના બાદ 40 મિનિટ સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. તે દરમિયાન ફતેહપુર તરફ જતા લેનમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. શોટ સર્કિટથી આગ લાગી હતી.