I.N.D.I.A. & Nitish Kumar: બેંગલુરુમાં થયેલા વિપક્ષની બેઠક બાદ નીતિશકુમારની નારાજગીના સમાચારો વહેતા થયા છે. હકીકતમાં રાજનીતિક વિશેષજ્ઞોનું કહેવું છે કે અચાનક કોંગ્રેસની વિપક્ષને એકજૂથ કરવાની સક્રિયતાને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સ્વીકારી શકતા નથી. કારણ કે વિપક્ષને એક સાથે લાવવાની મોટી પહેલ નીતિશકુમારે કરી હતી. તેમના જ પ્રયત્નોથી કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષની પહેલી બેઠક પટણામાં 23 જૂનના રોજ થઈ હતી. જેને નીતિશકુમારની મોટી સફળતા ગણવામાં આવી હતી. આ  કારણે માનવામાં આવી રહ્યું હતું કે નીતિશકુમારને વિપક્ષ મોટી જવાબદારી આપી શકે છે જેમાં સંયોજકનું પદ પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંયોજક ન બનાવવાના કારણે નારાજ?
પરંતુ હવે સોનિયા ગાંધીની સક્રિયતાથી નીતિશના બદલે વિપક્ષના કેન્દ્રમાં કોંગ્રેસ આવી ગઈ છે. આ બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા  થવાની હતી અને નિર્ણયો લેવાવાના હતા તેને લઈને નીતિશકુમારે એક લાંબી યાદી બનાવી હતી. જેમાં પાંચ પોઈન્ટની બ્લ્યૂ પ્રિન્ટ પણ હતી જેના પર કોઈ નિર્ણય લેવાયો નહીં. એવા પણ સમાચાર છે કે નીતિશકુમાર ગઠબંધનના નામથી પણ ખુશ નથી. એવું કહેવાય છે કે નીતિશકુમારને વિપક્ષના ગઠબંધનના નામ 'INDIA' સામે પણ વાંધો છે. 


નામ પાછળ રાહુલ ગાંધી?
વિપક્ષની બેઠકમાં 2024 લોકસભા ચૂંટણી માટે બની રહેલા વિપક્ષી ગઠબંધનને INDIA એટલે કે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝિવ એલાયન્સ નામ આપવામાં આવ્યું. ખાસ વાત એ રહી  કે ગઠબંધનનું નામ રાખવામાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી અને રાહુલ ગાંધીની મહત્વની ભૂમિકા રહી. સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં વિપક્ષી ગઠબંધનનું નામ ટીએમસી ચીફ મમતા બેનરજીએ સૂચવ્યું. રાહુલ ગાંધીએ તેના પર સમર્થન આપ્યું. જો કે ત્યારબાદ INDIA ના ફૂલ ફોર્મ પર ચર્ચા થઈ અને તેનું ફૂલફોર્મ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝિવ એલાયન્સ નક્કી કરવામાં આવ્યું. ગઠબંધનનું નામ નક્કી થયા બાદ કોંગ્રેસ પ્રવક્તા સુપ્રીયા શ્રીનેતે કહ્યું કે આ એક સામૂહિક પ્રયત્ન હતો. મને નથી લાગતું કે તેનો કોઈ શ્રેય લઈ રહ્યા છે, પરંતુ હા આ વિચાર રાહુલ ગાંધી તરફથી આવ્યો હતો. 


નીતિશકુમારે કર્યો વિરોધ?
મીડિયા રિપોર્ટ્સ મુજબ બેઠકમાં નીતિશકુમારે INDIA નામ પર આપત્તિ જતાવી હતી. તેમણે કહ્યું હતું કે આ નામનો શું અર્થ છે? એવું માનવામાં આવી રહ્યું છે કે નીતિશની આપત્તિ અંગ્રેજી નામ અંગે હતી. એટલું જ નહીં એવું પણ કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસ તરફથી ગઠબંધનના નામ પર કોઈ ચર્ચા થઈ હતી નહી. આવામાં નીતિશકુમાર તેનાથી પણ પરેશાન છે. જાણકારોનું માનવું છે કે તમામ વિપક્ષી દળોને એકજૂથ કરવામાં નીતિશકુમારે અત્યાર સુધી મહત્વની  ભૂમિકા ભજવી પરંતુ કોંગ્રેસે જે રીતે ગઠબંધનને હાઈજેક કર્યું તેનાથી જેડીયુ અને આરજેડીના નેતાઓમાં નારાજગી છે. 


એટલું જ નહીં નીતિશકુમાર, લાલુ યાદવ અને તેજસ્વી યાદવ બેઠક બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ સામેલ થયા નહીં. આવામાં ભાજપે દાવો કર્યો છે કે નીતિશકુમાર નારાજ થઈને બેંગલુરુથી પાછા ફર્યા. જો કે ગઠબંધનના નેતાઓ તરફથી જણાવવામાં આવ્યું કે નીતિશકુમાર, લાલુ યાદવ અને તેજસ્વી યાદવને ફ્લાઈટ પકડવાની હતી એટલે જલદી પાછા ફર્યા. 


અત્રે જણાવવાનું કે આગામી લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીનો વિજય રથ રોકવા માટે એટલે કે ભાજપનો મુકાબલો કરવા માટે વિપક્ષ એકજૂથ થવાની કોશિશ કરી રહ્યો છે. આ કડીમાં પટણા બાદ બેંગલુરુમાં 17-18 જુલાઈના રોજ  કોંગ્રેસે વિપક્ષી દળોની એક મોટી બેઠક બોલાવી હતી. આ મહાબેઠકમાં 26 પક્ષો સામેલ થયા. આગામી ચૂંટણી લડવા માટે બની રહેલા આ ગઠબંધનને INDIA નામ આપવામાં આવ્યું. 


સૈન્ય અધિકારીઓને મોકલી ફ્રેન્ડ રિક્વેસ્ટ? ATS એ ફલ-ફૂફી શબ્દો પર પૂછ્યો સવાલ


નાના નાના પક્ષોને ભેગા કરવાથી NDA ને ફાયદો થશે કે પછી વિરોધીઓ માટે ચિંતાનું કારણ?


રાહુલ ગાંધીનું નિવેદન
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠક બાદ કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી વિપક્ષ અને ભાજપ વચ્ચે નથી પરંતુ આ લડાઈ દેશના અવાજ માટે છે. આ લડાઈ એનડીએ અને ઈન્ડિયા વચ્ચે છે. નરેન્દ્ર મોદી અને ઈન્ડિયા વચ્ચે છે. તેમની વિચારધારા અને ઈન્ડિયા વચ્ચે છે. 


મુંબઈમાં નક્કી થશે ચેરપર્સનનું નામ
ગઠબંધનની આગામી બેઠક મુંબઈમાં થઈ શકે છે. બેંગલુરુ બેઠકમાં સૂચન આપવામાં આવ્યું કે ગઠબંધનના એક ચેરપર્સન (સંયોજક) હોવા જોઈએ. એવું કહેવાય છે કે આ મુદ્દે મુંબઈમાં ચર્ચા થશે અને એક નામ પર મહોર લાગશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube