નાના નાના પક્ષોને ભેગા કરવાથી NDA ને ફાયદો થશે કે પછી વિરોધીઓ માટે ચિંતાનું કારણ? ગણતરી સમજો
વિરોધ પક્ષોએ ભેગા થઈને જે મહાગઠબંધન બનાવ્યું તેને INDIA નામ આપ્યું અને તેમના શક્તિ પ્રદર્શન બાદ હવે NDA એ પણ વધુમાં વધુ નાના પક્ષો સાથે મળીને ગઈ કાલે શક્તિ પ્રદર્શન કર્યું. પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે શું બંને રાજકીય ગઠબંધનોમાં નાના પક્ષોને ફક્ત તાકાત દેખાડવા માટે ભેગા કરવામાં આવી રહ્યા છે કે પછી ખરેખર ચૂંટણીમાં તેનાથી કોઈ ફાયદો પણ થશે?
Trending Photos
વિરોધ પક્ષોએ ભેગા થઈને જે મહાગઠબંધન બનાવ્યું તેને INDIA નામ આપ્યું અને તેમના શક્તિ પ્રદર્શન બાદ હવે NDA એ પણ વધુમાં વધુ નાના પક્ષો સાથે મળીને ગઈ કાલે શક્તિ પ્રદર્શન કર્યું. પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે શું બંને રાજકીય ગઠબંધનોમાં નાના પક્ષોને ફક્ત તાકાત દેખાડવા માટે ભેગા કરવામાં આવી રહ્યા છે કે પછી ખરેખર ચૂંટણીમાં તેનાથી કોઈ ફાયદો પણ થશે? આ પ્રશ્ન એટલા માટે પણ ઊભો થાય છે કારણ કે બંને બાજુ જોવા મળી રહેલા નાના પક્ષોમાં ઘણા એવા પણ છે જેમના વિધાનસભા કે પછી લોકસભામાં કોઈ પ્રતિનિધિ જ નથી.
છેલ્લી બે લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર ફેરવીએ તો ભાજપને શાનદાર બહુમત મળ્યા છતાં 10-12 ટકા મત સાવ નાનકડા રાજકીય પક્ષોને મળ્યા છે. જેમની સામાન્ય રીતે જોઈએ તો રાષ્ટ્રીય સ્તરે કોઈ ઓળખ પણ નથી. અલગ અલગ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં નાના પક્ષોની મતોની ટકાવારી ઘણી વધુ છે. મહારાષ્ટ્રમાં તે ગત ચૂંટણીમાં 18 ટકા નોંધાઈ હતી. જે એનસીપીના 16 ટકા મત કરતા પણ વધુ ચે. આથી નાના પક્ષો પાસે એક મોટી મત ટકાવારી છે એવું કહી શકાય.
2019ની લોકસભા ચૂંટણીમાં 65 એવા પક્ષો હતા જેમને 0.10 ટકાથી વધુ પરંતુ એક ટકાથી ઓછા મત મળ્યા. પણ તેમાંથી 19 પક્ષો જ સીટ જીતી શક્યા. 13 પક્ષોએ એક-એક સીટ, ચાર પક્ષોએ 2-2 સીટ અને એક પક્ષે ત્રણ તથા એક પક્ષે 6 સીટ જીતી. આ પ્રકારે કુલ 30 સીટ નાના પક્ષોની ઝોળીમાં પડી. નાના પક્ષ સામાન્ય રીતે જાતીય સમૂહો, વર્ગો કે ક્ષેત્રીયતાના આધારે બનેલા છે તથા સંબંધિત સમૂહો તથા ક્ષેત્રોમાં તેનો સીમિત પ્રભાવ રહે છે. તે એટલા સીમિત હોય છે કે એકલા દમ પર ચૂંટણી લડવામાં જીતની સંભાવના સાવ નહિવત હોય છે. જ્યારે પણ આ પક્ષ એકલાના દમ પર મેદાનમાં આવ્યા તો તેમને ખાસ સફળતા મળી નથી. પરંતુ જ્યારે તેઓ કોઈ રાષ્ટ્રીય પક્ષ સાથે મેદાનમાં ઉતરે તો ફાયદો થાય છે. જેમ કે જીતનરામ માંઝીની હિન્દુસ્તાન આવામ મોર્ચા (હમ) એ બિહાર વિધાનસભાની ગત ચૂંટણીમાં એનડીએ સાથે મળીને સાત સીટો પર ચૂંટણી લડી હતી. જેમાંથી ચાર જીતી. તેને કુલ 0.89 ટકા મત મળ્યા. બીજી બાજુ એકલા હાથે મેદાનમાં ઉતરનારી લોક જનશક્તિ પાર્ટીને 125 સીટો પર ચૂંટણી લડવા છતાં એક જ સીટ મળી. જો કે તેને 5.6 ટકા મત મળ્યા. પરંપરાગત રીતે HUM નો રાજ્માં 3 ટકા અને લોજપાનો લગભગ 8 ટકા મત ટકાવારી માનવામાં આવે છે.
ગઠબંધનમાં નાના પક્ષોને ફાયદો
રાજકીય જાણકારોનું માનીએ તો મોટા પક્ષો સાથે ગઠબંધનમાં નાના પક્ષોને ફાયદો વધુ થાય છે. તેમને પોતાને ઊભા કરવાની તક મળે છે. જાતિ કે વર્ગ સમૂહ પર બનેલા પક્ષોના મતોની ટકાવારી કેટલાક સ્થળો પર વધુ હોય છે તથા કેટલાક પર ઓછું. આવામાં જ્યાં તેઓ પોતે નથી લડતા ત્યાં ગઠબંધનમાં સામેલ મોટા પક્ષોને કેટલાક હદ સુધી આ નાની મત ટકાવારીનો ફાયદો થાય છે. ક્યારેક ક્યારે હારજીતમાં તે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પરંતુ મોટા પક્ષોને તેનાથી પણ વધુ ફાયદો એ છે કે નાના પક્ષોની સીટોનું સંખ્યાબળ છેલ્લી ઘડીએ તેમના માટે મદદગાર સાબિત થાય છે.
મોટા પક્ષો માટે નફો નુકસાન
મહારાષ્ટ્રમાં નાના પક્ષોના સૌથી વધુ 18 ટકા મત ટકાવારી છે તથા ગત લોકસભા ચૂંટણીમાં પણ આઠ નાના પક્ષોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. નાના પક્ષોની ભૂમિકા કયા પ્રકારે મોટા પક્ષો માટે નફો નુકસાનનું કામ કરે છે તેનું સારું ઉદાહરણ પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી (બીબીએ)નું આપવામાં આવતું હોય છે. જેણે ગત ચૂંટણીમાં એમઆઈએમ સાથે ગઠબંધન કરીને ઔરંગાબાદ સીટ પર તેના ઉમેદવારને જીતાડ્યો. પરંતુ આ વિસ્તારની ત્રણ અન્ય સીટો પર આ ગઠબંધનના કારણે મહાવિકાસ આઘાડાએ હારનો સામનો કરવો પડ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે