નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણી પૂરી થતાંની સાથે જ લોકસભા ચૂંટણી 2019ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ વિરુદ્ધ મહાગઠબંધન અંગે દિલ્હીમાં વિરોધ પક્ષોની બેઠક મળી હતી. જોકે, આ બેઠકમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ હાજરી આપી ન હતી. આ બેઠકમાં પૂર્વ વડા પ્રધાન મોનમોહન સિંહ ઉપરાંત મમતા બેનર્જી(TMC), ચંદ્રાબાબુ નાયડુ(TDP), અરવિંદ કેજરીવાલ (AAP), ફારૂખ અબ્દુલ્લા (NC), એમ.કે. સ્ટાલિન(DMK), શરદ પવાર (NCP) સહિતના તમામ વિરોધ પક્ષના નેતાઓ એક્ઠા થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠકમાં 17 રાજકીય પક્ષોના પ્રતિનિધિ સામેલ થયા હતા. 11 ડિસેમ્બરના રોજ સંસદના શિયાળુ સત્રની શરૂઆત અને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાના હોવાથી આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની હતી. 



તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ આ બેઠકનો સમન્વય કરી રહ્યા છે. તેમણે તમામ બીનભાજપી પક્ષોને આમંત્રિત કર્યાહતા. એક સૂત્રએ જણાવ્યું કે, 'બેઠકનો મુખ્ય એજન્ડા એક બીનભાજપી મોરચો બનાવવા માટે ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવાનો છે.'



ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં સપા અને બસપા ભેગા મળીને ચૂંટણી લડવા જઈ રહ્યા છે. જોકે, બેઠકોની વહેંચણી મુદ્દે હજુ કોઈ જાહેરાત થઈ નથી, પરંતુ બસપા 34-40 બેઠક પર ચૂંટણી લડશે.અન્ય સીટો ઉપર સપા ઉપરાંત રાષ્ટ્રીય લોકદલ અને અન્ય નાના પક્ષોનાં ઉમેદવાર ચૂંટણી લડશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ યુપીના આ ગઠબંધનમાં કોંગ્રેસને પણ સામેલ ન કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, રાયબરેલી અને અમેઠી અંગે ગઠબંધન કોઈ પક્ષ ઉમેદવાર ઊભો નહીં રાખે. 



મહાગઠબંધનનું સ્વરૂપ કેવું હશે તેના માટે અત્યાર રાહ જોવી પડશે, કેમ કે 11 ડિસેમ્બરના રોજ પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.