લંડન : તમે એવી ઘણી તસ્વીરો અને વીડિયો જોયા હસે જેમાં તમને ઓપ્ટિકલ ઇલ્યુઝન એટલે કે દ્રષ્ટીભ્રમ થતો હોય છે. આજે એવો જ એક વીડિયો ટ્વીટરમાં ટ્રેન્ડ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છેકે ગાડીઓ પુલ પરથી અચાનક નદીમાં ગાયબ થઇ જતી હોય તેવું દ્રશ્ય સર્જાય છે.


સારા સમાચાર! અર્ધલશ્કરી દળમાં 84,000 જેટલી જગ્યા માટે થઈ શકે છે ભરતી
બ્રિટનમાં રહેતા ડેનિયલ નામનાં એક વ્યક્તિએ આ વીડિયો શેર કર્યો છે જેમાં એવું લાગી રહ્યું છે કે, બ્રિજન પર દોડી રહેલી ગાડીઓ તેની રેલિંગ તરફ વળે છે અને અચાનક જ ગાયબ થઇ જાય છે. જ્યારે નીચેની તરફ એક વહેતી નદી જોઇ શકાય છે. જો કે કેટલાક લોકોએ આ ભ્રમમાં નાખતા વીડિયોનું સત્ય શું છે તે જણાવ્યું છે.


સરકારે સ્વિકાર્યું હોટલ-મલ્ટીપ્લેક્સમાં સામાન્ય નાગરિકોને લુંટવામાં આવે છે
પશ્ચિમ બંગાળના મદરેસાઓ આતંકવાદીઓની ભરતી માટેનું સૌથી મોટુ હબ
એવા જ એક ટ્વીટર યુઝરે જણાવ્યું કે, આ એક બ્રિજ છે જ  નહી, પરંતુ એક સામાન્ય રોડ છે. જે નદી જોવા મળી રહી છે તે એક પાર્કિંગનુ છાપરું છે. તેને 3ડી પેઇન્ટ કરવામાં આવ્યું છે. જેથી ઉપરથી જો તમે જુઓ અને ખાસ એંગલમાં વીડિયો ઉતારો તો ગાડીઓ ગાયબ થઇ રહી હોય તેવો ભ્રમ પેદા થાય છે.