સારા સમાચાર! અર્ધલશ્કરી દળમાં 84,000 જેટલી જગ્યા માટે થઈ શકે છે ભરતી

મોદી સરકાર આ વખતે પૂરા ઉત્સાહ અને જુસ્સો સાથે તેમણે કરેલા વચનો પર આગળ વધી રહી છે. ગત કેટલા વર્ષોથી રોજગાર ઉભો કરવો એક મોટા પડકાર સમાન હતો. એવામાં ગૃહ મંત્રાલયે 84 હજાર પેરા-મિલિટરી ફોર્સેસની ભરતીની જાહેરાત કરી છે.

Updated By: Jul 2, 2019, 04:03 PM IST
સારા સમાચાર! અર્ધલશ્કરી દળમાં 84,000 જેટલી જગ્યા માટે થઈ શકે છે ભરતી
ફાઈલ તસવીર

નવી દિલ્હી: મોદી સરકાર આ વખતે પૂરા ઉત્સાહ અને જુસ્સો સાથે તેમણે કરેલા વચનો પર આગળ વધી રહી છે. ગત કેટલા વર્ષોથી રોજગાર ઉભો કરવો એક મોટા પડકાર સમાન હતો. એવામાં ગૃહ મંત્રાલયે 84 હજાર પેરા-મિલિટરી ફોર્સેસની ભરતીની જાહેરાત કરી છે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોની કુલ સંખ્યા લગભગ 9 લાખ 99 હજાર 795 છે. CRPF, BSF, CISF, SSB, ITBP અને આસામ રાઇફલ્સ (આ બધા જવાન CAPF કહેવાય છે) મળીને દર વર્ષે લગભઘ 10 ટકા બેઠકો ખાલી થાય છે. વર્તમાનમાં CAPFમાં લગભગ 84037 જવાનોની ઘટ છે. જેને ટૂંક સમયમાં ભરવામાં આવશે.

વધુમાં વાંચો:- AMCમાં સહાયક જુનિયર ક્લાર્કની ભરતી, 11 જૂલાઇ સુધી કરી શકાશે અરજી

CRPF જવાનોની કુલ સંખ્યા 324810 હોવી જોઇએ, જેમાં 22980 પદ ખાલી છે. BSF જવાનોની કુલ સંખ્યા 263905 હોવી જોઇએ, જેમાં 21465 પદ ખાલી છે. CISFમાં કુલ 156013 સીટો છે, જેમાંથી 10415 પદ ખાલી છે. SSBમાં કુલ 99221 સીટો છે, જેમાં 18102 સીટો ખાલી છે. ITBPમાં કુલ 89438 સીટો છે, જેમાં 6643 સીટો ખાલી છે. આસામ રાઇફલ્સ જવાનોની કુલ સંખ્યા 66408 હોવી જોઇએ, જેમાં 4432 સીટો ખાલી છે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...