નોઈડા: દેશભરમાં કોરોના વાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન છે. જેની અસર અર્થવ્યવસ્થા ઉપર પણ પડી રહી છે. લોકોની સામે રોજીરોટી અને કેશની મોટી સમસ્યા ઉભી થઈ છે. રોજ કમાઈને ખાનારા મજૂરો માટે તો આ લોકડાઉન ખુબ જ પીડા લઈને આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે સરકાર અને પ્રશાસન તરફથી આવા લોકોને સહાયતા પૂરી પાડવા માટે કોશિશ થઈ રહી છે. ગૌતમબુદ્ધ નગરના જિલ્લાધિકારી બીએન સિંહે ભાડા પર રહેતા લોકોને રાહત આપવા માટે મકાન માલિકોને એક આદેશ બહાર પાડ્યો છે. જેમાં લખ્યું છે કે તેઓ એક મહિના સુધી પોતાના ભાડૂઆત પાસે ભાડું ન માંગે. 


જો કોઈ મકાનમાલિક પોતાના ભાડુઆત પાસે જબરદસ્તીથી પૈસા માંગ્યા તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરાશે. આવા મકાન માલિકોને બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સાથે જ જિલ્લાધિકારી બીએન સિંહ જરૂરિયાતવાળાઓને ભોજન ઉપલબ્ધ કરાવીા માટે હેલ્પલાઈન નંબર પણ બહાર પાડ્યો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...