વારાણસી : ઉત્તરપ્રદેશની ઘોસી લોકસભા સીટથી બહુજન સમાજ પાર્ટી (બસપા)ના નવનિર્વાચિત સાંસદ અતુલ રાયે કોર્ટમાં હાજર નહી રહેતા તેના ઘરે ધરપકડ કરવા માટે દરોડો પાડ્યો હતો. તેમના પર એક મહિલાની ફરિયાદના આધારે વારાણસીના લંકા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું મોતથી નહી પરંતુ મોત મારાથી ગભરાય છે, મને રોકવાની હિંમત કોઇ પાસે નહી: મમતા
પોતાની સહપાથી વિદ્યાર્થીની સાથે જ દુષ્કર્મના આરોપમાં ફરાર અતુલ રાયે સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન લેવાનો પ્રયાસ કર્યો હતો. લોકસભા ચૂંટણીમાં ભાજપના સાંસદને પરાજીત કરનારા અતુલ રાય સમર્પણ કરવાનાં પ્રયાસમાં છે, પરંતુ તેનું શોધખોળ અભિયાનમાં લાગેલ પોલીસે વારાણસીમાં તેના આવાસ પર નોટિસ ચિપકાવી છે. 


હાથ ન મિલાવી અપમાન કર્યા બાદ આતંકવાદ મુદ્દે પણ PM મોદીએ પાક.ની ઝાટકણી કાઢી
મમતાના ભત્રીજા બાદ કોલકાતા મેયરની દિકરી પણ હડતાળમાં જોડાઇ, કહ્યું શરમ કરો
લોકસભા ચૂંટણી દરમિયાન જ અતુલ રાય પર દુષ્કર્મનો આરોપ હતો, ત્યારબાદથી તે ફરાર છે. તેણે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જો કે તેમણે તેવું કર્યું નહી ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ માટેનો આદેશ આપ્યો હતો.
ડોક્ટર હડતાળઃ હાઈકોર્ટે મમતાને આપ્યું 7 દિવસનું અલ્ટીમેટમ તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું, પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવો
ઘોસીએ સાંસદ અતુલ રાયને શોધવામાં પોલીસની તમામ ટીમ નિષ્ફળ સાબિત થઇ છે. ક્રાઇમબ્રાંચ શાખાનું સર્વેલાન્સ સેલ પણ તેમની માહિતી મેળવવામાં અસફળ રહ્યું. આત્મસમર્પણની અરજી અને ધરપકડ પર પ્રતિબંધની અરજી થવાનાં કારણે સાંસદની સામે જેલ જવા ઉપરાંત કોઇ રસ્તો બાકી રહેતો નથી તેમ છતા પણ તે પોલીસથી ભાગી રહ્યા છે.