નવી દિલ્હી: વર્ષોથી હિંસા સામે ઝઝૂમી રહેલા અસમ (Assam) માટે આજે સારા સમાચાર આવ્યા છે. જોકે આ નોર્થ ઇસ્ટ રાજ્યમાં સ્થાયી શાંતિની આશાઓ વધી ગઇ છે. અલગ બોડોલેન્ડની માંગ કરનાર નેશનાલ ડેમોક્રેટિક ફેડરેશન ઓફ બોડોલેન્ડ (NDFB) અને અન્ય જૂથોએ હિંસાનો રસ્તો છોડવાનો નિર્ણય કર્યો છે. તેને અસમમાં શાંતિ સ્થાપવાની દિશામાં સરકારની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી અનુસાર ગૃહ મંત્રાલય આજે નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ (NDFB) અને ઓલ બોડો સ્ટૂડેન્ટ્સ યૂનિયન (ABSU)ના તમામ જૂથોની સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવા જઇ રહ્યા છે. આજે બપોરે 1.30 વાગે ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બોડો સંગઠનોની સાથે કરાર પર હસ્તાક્ષર હશે. 


આ શાંતિ કરાર બોડો ભાષા અને સંસ્કૃતિની સુરક્ષાની સાથે રાજકીય અને આર્થિક માંગોને પુરી કરશે. તમને જણાવી દઇએ કે ઓગસ્ટ 2019થી સરકારે બોડોલેંજ સમસ્યાને પૂર્ણ સમાધાન કરવાની દિશામાં ઝડપથી કામ કર્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube