નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan)થી સમાચાર મળી રહ્યા છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ (Jaish E Mohammed)ના મુખિયા મસૂદ અઝહર (Masood Azhar)નો ભત્રીજો ઓસામા યુસુફ (Osama Yusuf)ને નવો કમાન્ડર બનાવવામાં આવ્યો છે. તેને જૈશનો કમાન્ડર બનાવીને કાશ્મીર મોકલવામાં આવી રહ્યો છે. ઓસામા અત્યારે બહાવલપુરમાં જૈશના મુખ્ય કેંદ્વનો મુખિયા છે.  


ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં ભારતે લશ્કર-એ-તૈયબા પ્રમુખ હાફિઝ સઇદ ઉપરાંત જૈશ-એ-મોહંમદ પ્રમુખ મસૂદ અઝહર, કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના સર્વોચ્ચ કમાન્ડર જકી-ઉર-રહમાન લખવી અને ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને ગેરકાનૂની ગતિવિધિ એક્ટ હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. આ જાહેરાત એક ગેઝેટ નોટિફિકેશનના માધ્યમથી કરવામાં આવી હતી. તેના એક મહિના પહેલાં જ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ કાયદા (યૂએપીએ)માં સુધારાને મંજૂરી આપી હતી. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube