આ વખતે ઓસ્કર્સમાં ભારતનો ડંકો વાગ્યો છે. પહેલા શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે એવોર્ડ જીત્યો અને હવે આરઆરઆર ફિલ્મના નાટુનાટુ ગીતે બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો છે. અમેરિકાના લોસ એન્જલસમાં 95માં ઓસ્કર્સ એવોર્ડ્સ એટલે કે એકેડેમી એવોર્ડસનું આયોજન થયું જેમાં ભારતને ફાળે બે એવોર્ડ આવ્યા. આ બધા વચ્ચે અભિનેતા રામચરણનો એક વીડિયો પણ ખુબ ચર્ચામાં છે જેમાં તેઓ ખુલ્લા પગે જોવા મળ્યા હતા. જાણો ઓસ્કર અને આ ખુલ્લા પગવાળા વીડિયો સાથે શું કનેક્શન? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાટુ નાટુને મળ્યો એવોર્ડ
બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કર એવોર્ડ આરઆરઆર ફિલ્મના નાટુ નાટુ ગીતે જીત્યો છે. મ્યુઝિક કમ્પોઝર એમ એમ કીરવાનીએ પોતાની મજેદાર સ્પીચથી બધાના મન ખુશ કરી દીધા. આ ગીતને એવોર્ડ મળ્યાનું જાહેરાત થતા જ આખું ડોલ્બી થિયેટર ખુશીથી ઝૂમી ઉઠ્યું હતું. 


શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ કેટેગરીમાં પણ એવોર્ડ
ભારતની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે પણ એવોર્ડ જીત્યો છે. પ્રોડ્યુસર ગુનીત મોંગાની આ ફિલ્મને ખુબ જ પ્રેમ મળી રહ્યો છે.


રામચરણનો વીડિયો થયો હતો વાયરલ
આરઆરઆર ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળેલા અભિનેતા રામચરણ જ્યારે ઓસ્કર એવોર્ડ માટે અમેરિકા જવા રવાના થયા હતા ત્યારે તેમનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. જેમાં તેઓ માથાથીલઈને પગ સુધી કાળા કપડાંમાં જોવા મળ્યા હતા પણ પગમાં જૂતા નહતા પહેર્યા. એટલે કે તેઓ ખુલ્લા પગે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં રામચરણ કાળા કૂરતા અને પાઈજામામાં જોવા મળ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ તેમની કારમાંથી નીચે ઉતર્યા ત્યારે ખુલ્લા પગે હતા. તેમને જોઈને લોકો દંગ રહી ગયા હતા. રામચરણનો આ ઊઘાડા પગવાળો વીડિયો ખુબ વાયરલ થયો હતો. હવે જ્યારે આરઆરઆર ફિલ્મના નાટુ નાટુ ગીતને ઓસ્કર એવોર્ડ મળ્યો છે ત્યારે લોકો ફરીથી આ વીડિયોની ચર્ચા કરી રહ્યા છે. 



ખુલ્લા પગ પાછળ આ કારણ!
અત્રે જણાવવાનું કે રામચરણ ભગવાન અયપ્પાના ભક્ત છે અને ઉપવાસના દિવસોમાં ખુલ્લા પગે રહેવાની પ્રથાનું પાલન કરે છે. આ જ કારણ છે કે તેઓ અનેકવાર ખુલ્લા પગે જૂતા વગર જોવા મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રામચરણે 10 ફેબ્રુઆરીથી ભગવાન અયપ્પા સ્વામીનું મહાવ્રત કર્યું હતું. રામચરણ દર વર્ષે અયપ્પા સ્વામીનું મહાવ્રત રાખે છે. આ મહાવ્રત 41 દિવસ સુધી ચાલે છે અને ખુબ કપરી સાધના હોય છે. આ મહાવ્રત દરમિયાન અનેક કડક નિયમોનું પાલન કરવું પડે છે. 


ઓસ્કર્સમાં ભારતનો ડંકો, 'નાટુ નાટુ'એ રચ્યો ઈતિહાસ,આ કેટેગરીમાં મળ્યો એવોર્ડ


ઓસ્કરમાં ભારતનો દબદબો, મળ્યા બે એવોર્ડ, જાણો કોની ઝોળીમાં આવ્યો કયો એવોર્ડ


'ચોલી કે પીછે' ગીત પર યુવતીનો જબરદસ્ત હોટ ડાન્સ, Video જોઈને પાણી પાણી થઈ જશો


આ મહાવ્રતમાં કાળા કપડાં પહેરવા પડે છે. બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. 41 દિવસ સુધી ખુલ્લા પગે રહેવું પડે છે. જમીન પર સૂવાનું હોય છે. સાત્વિક ભોજન ખાવાનું હોય છે અને સાથે સાથે ગળામાં તુલસીની માળા પહેરવાની હોય છે. રામચરણ આ તમામ કપરાં નિયમોનું કડકાઈથી પાલન કરતા જોવા મળ્યા હતા. 


નાટુ નાટુ ગીતને ઓસ્કર 2023માં બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું એટલે રામચરણ તે સમયે અમેરિકા જઈ રહ્યા હતા. હવે જ્યારે આ ગીતને ઓસ્કર એવોર્ડ મળ્યો છે ત્યારે રામચરણની ખુશીનો પાર નથી. લાગે છે કે તેમની કપરી સાધનાનું જાણે ફળ મળ્યું છે!