Oscars 2023: ઓસ્કર્સમાં વાગ્યો ભારતનો ડંકો, 'નાટુ નાટુ'એ રચ્યો ઈતિહાસ, બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં મળ્યો એવોર્ડ

 RRR song Naatu Naatu wins Oscars: આ વખતે ઓસ્કર્સમાં ભારતનો ડંકો વાગ્યો છે. પહેલા શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે એવોર્ડ જીત્યો અને હવે આરઆરઆર ફિલ્મના નાટુનાટુ ગીતે બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો છે. 

Oscars 2023: ઓસ્કર્સમાં વાગ્યો ભારતનો ડંકો, 'નાટુ નાટુ'એ રચ્યો ઈતિહાસ, બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં મળ્યો એવોર્ડ

Oscars 2023: આ વખતે ઓસ્કર્સમાં ભારતનો ડંકો વાગ્યો છે. પહેલા શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે એવોર્ડ જીત્યો અને હવે આરઆરઆર ફિલ્મના નાટુનાટુ ગીતે બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો છે. અમેરિકાના લોસ એન્જલસમાં 95માં ઓસ્કર્સ એવોર્ડ્સ એટલે કે એકેડેમી એવોર્ડસનું આયોજન થયું છે. જેમાં ભારતનો આ વખતે ડંકો વાગ્યો છે. 

નાટુ નાટુને મળ્યો એવોર્ડ
બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કર એવોર્ડ આરઆરઆર ફિલ્મના નાટુ નાટુ ગીતે જીત્યો છે. મ્યુઝિક કમ્પોઝર એમ એમ કીરવાનીએ પોતાની મજેદાર સ્પીચથી બધાના મન  ખુશ કરી દીધા. આ ગીતને એવોર્ડ મળ્યાનું જાહેરાત થતા જ આખું ડોલ્બી થિયેટર ખુશીથી ઝૂમી ઉઠ્યું હતું. 

— The Academy (@TheAcademy) March 13, 2023

શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ કેટેગરીમાં પણ એવોર્ડ
ભારતની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે પણ એવોર્ડ જીત્યો છે. પ્રોડ્યુસર ગુનીત મોંગાની આ ફિલ્મને ખુબ જ પ્રેમ મળી રહ્યો છે.

MM Keerawani એ વિનિંગ સ્પીચમાં ગાયું ગીત
નાટુ નાટુ ગીતના મ્યુઝિક ડાયરેસ્ટર એમ એમ કીરવાની જ્યારે આ એવોર્ડ મેળવવા માટે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે ઓસ્કર જીતવો એ તેમનું સપનું હતું. આ સાથે જ તેમણે એક અંગ્રેજી ગીતના શબ્દો બદલીને પોતાની વિનિંગ સ્પીચ તે ગીત તરીકે સંભળાવી. અત્રે જણાવવાનું કે નાટુ નાટુએ આ એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. કારણકે ભારતીય ફીચર ફિલ્મ છે જેના ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કર મળ્યો છે. 

— Rana Daggubati (@RanaDaggubati) March 13, 2023

નાટુ નાટુનું લાઈવ પરફોર્મન્સે પણ લોકોને ખુશ કરી દીધા હતા. જેની એનાઉન્સમેન્ટ દીપિકા પાદુકોણે કરી હતી. તેને સ્ટેન્ડિંગ ઓવિએશન મળ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news